રેલનગરની દુકાન પડાવી લેવા સાગરીતો સાથે બધડાટી બોલાવી
શહેરના વેપારીઓને અને બિલ્ડરોને ધાક ધમકી દઇ ખંડણી વસુલ કરવા પંકાયેલા નામચીન ભરત કુંગસીયા રેલનગરનાં બીલ્ડરને ધમકી દીધાની વધુ એક ફરીયાદ પોલીસમાં નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૈયા રોડ પર આવેલા ચંદન પાર્કમાં રહેતા બિલ્ડર પ્રફુલભાઇ હિરાભાઇ નળીયાપરાએ નામચીન ભરત કુંગસીયા અને તેના ત્રણ સાગરીતો સામે ખુનની ધમકી દીધા અંગેની પ્ર.નગર પોલીસમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ પી.બી. કદાવલા સહીતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.
પ્રફુલભાઇ નળીયાપરા રેલનગર વિસ્તારમાં સાધુવાસવાણી કુંજ પાસે અમૃત પુષ્પ નામનુ: કોમ્પ્લેક્ષ બનાવી રહ્યા છે. કોમ્પ્લેકસમાં એક દુકાન પોતાને નામે કરી આપવા ભરત કુંગસીયાએ જણાવ્યું હતું. ભરત કુંગસીયાની ધમકી દેવા છતાં દુકાન આપવાની પ્રફુલભાઇ નળીયાપરાએ ના કહેતા ગત તા.૩ના રવિવારે સાંજે ચારેક વાગે ભરત કુંગસીયા તેના ત્રણ સાગરીતો સાથે ધોકા પાઇપ સાથે ધસી આવ્યો હતો. દુકાન તો આપવી જ પડશે તેવી ધમકી દીધી હતી.
ભરત કુંગસીયા આ પહેલા પોપટપરા વિસ્તારના પટેલ પરિવાર પર કહેતા હુમલાને કારણે હિજરત કરી જીલ્લા કલેકટર કચેરી ખાતે ધરણા કર્યા બાદ પોલીસે ભરત કુંગસીયા સામે કાર્યવાહી કરી હતી. ભરત કુંગસીયા આ પહેલા ધાક ધમકી દઇ ખંડણી પડાવવા અને હતયા સહીતના અનેક ગુનામાં સંડોવાયેલો હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે.