અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જિલ્લામાં જુદા-જુદા ડઝનથી વધુ જાહેરનામા અમલી બનાવવા આદેશ કર્યો

મોરબી શહેર તથા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ગુન્હો અટકાવવા જાહેર સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી મોરબીના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પી.જી.પટેલે જુદા જુદા એક ડઝનથી વધુ જાહેરનામા પ્રસિધ્ધ કરી સમગ્ર જિલ્લામાં આવેલ બેંકીંગ સંસ્થાઓ, એ.ટી.એમ.સેન્ટરો, સોના,ચાંદી અને ડાયમંડના કિમતી ઝવેરાત વેચનાર દુકાનો તથા શો-રૂમ, શોપીંગ મોલ, મલ્ટીપ્લેકસ થીયેટર, પેટ્રોલપમ્પ,કોમર્શીયલ સેન્ટર, હોટેલ, ગેસ્ટહાઉસ, લોજીંગ-બોર્ડિંગ, ધર્મશાળા, અતિથિગૃહ, વિશ્રામગૃહ, બહુમાળી બિલ્ડીંગો, મોટા ઔદ્યોગિક એકમો, મોટા ધાર્મિક સ્થળો પર મેટલ ડિટેક્ટર,સીસીટીવી કેમેરા મુકવા તેમજ સિક્યોરિટી ગાર્ડ મુકવા આદેશ જારી કર્યો છે

આ ઉપરાંત અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જુના મોબાઇલ ફોનના ખરીદ વેચાણ કરનારા તથા નવા સીમકાર્ડ નુ વેચાણ કરનાર વેપારીઓને રજીસ્ટર નિભાવવા હુકમ કરી, મોરબી જિલ્લામાં નિષ્ફળ બોરકુવાને બંધ કરી દેવા ફરમાન ભવિષ્યમાં ઉપયોગ કરવાનો હોય તેવા ખુલ્લા બોરકુવા પર બોર-કેપ લગાવવા હુકમ કર્યો છે તેમજ  મોરબી જિલ્લામાં નધણિયાતા ટીફીન બોકસ-સાયકલ-ટુ વ્હીલર ફોર-વ્હીલર પોલિસ કબ્જે કરશે,મોરબી જિલ્લાના એસ.ટી.ડી. પીસીઓ ધારકોને રજિસ્ટર નિભાવવા સૂચના આપી મકાન કે ઔદ્યોગિક એકમ ભાડે આપનાર માલીકોએ નિયત ફોર્મમાં પોલીસ સ્ટેશને જાણ કરવા સંદર્ભે જાહેરનામું અમલી કર્યું છે.

વધુમાં સાયકલ અને ટુ વ્હીલર વેચનારાઓ માટે જરૂરી સુચનાઓ જારી કરી

લેબર કોન્ટ્રેકટરોએ મજૂરોની વિગત પોલીસમાં જણાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરી મોરબી જિલ્લામાં આવતા ટોલનાકામાં પસાર થતાં વાહનોનો સી.સી.ટી.વી.કચેરી ગોઠવી રેકોર્ડ જાળવવા આદેશ કરી મોરબી જિલ્લામાં હથીયારબંધી અમલી બનાવવામાં આવી છે અને મોરબી જિલ્લામાં મંજુરી વિના ચાર કરતા વધુ વ્યકિતઓને ભેગા થવા પર પ્રતિબંધ મુકી જિલ્લામાં વિદ્યાર્થીઓને રહેવા જમવાની સુવિધા આપતી રેસીડેન્ટ હોસ્ટેલમાં નાઇટવીઝન સીસી ટી.વી કેમેરા લગાવવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે ફરમાન કરી  મોરબી જિલ્લામાં વિદ્યાર્થીનીઓના ટયુશન કલાસિસ માટે નિયત કરવા જાહેરનામાંથી હુકમ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.