આંતરજ્ઞાતીયલગ્ન અને વિવિધ ધર્મો ધરાવતા વ્યક્તિઓ વચ્ચેના લગ્નની માહિતી ગુપ્ત રાખવી આવશ્યક
ભારતીય બંધારણમાં વ્યક્તિગત બાબતો ગુપ્ત રાખવાનો ભંગ થાય
લગ્ન અંગેની પ્રસિઘ્ધ કરવામાં આવતી જાહેરાતો ખાનગી, વ્યકિતગત માહીતીઓના દુરૂપયોગની વ્યાપાક ફરીયાદોના પગલે સરકારે એક પરિપત્ર જાહેર કરી નોંધણી વિભાગની વેબસાઇડમાં મુકવામાં આવતી લગ્ન અંગેની નોટીસની પ્રથા બંધ કરાવવા આદેશ જારી કર્યો છે.
મોટા પ્રમાણમાં વેબસાઇટ પર પ્રસિઘ્ધ કરવામાં આવતી લગ્ન અંગેની જાહેરાતથી થતી મુશ્કેલીઓ અને કોમવાદી તત્વોને સરળતાથી અરજદારોની વિગતો મળી જતી માહીતીનો દુરુપયોગની શકયતા વધી જાય છે.
જો કે કાયદામાં નોંધણી કચેરીએ આવીને લગ્ન નોંધણી સર્ટીફીકેટ લઇ જતા કોઇ અટકાવી ન શકે લગ્ન અંગેની નોટીસ પ્રસિઘ્ધ કરવાનો હેતુ લગ્ન નોધણી અધિકારી સમક્ષ અરજદાર પોતાની અરજીમાં ખાનગી વ્યકિતગત વિગતો જેવી નામ, સરનામુ, વય, વ્યવસાયોની તસ્વીર અને હસ્તાક્ષર લગ્ન અધિકારી સમક્ષ ખાસ લગ્ન ધારાની કલમ-૬ મુજબ કચેરીમાં નોંધ રાખવાની હોય છે અને આ વિગતોની એક ખરી નકલ લગ્ન નોંધણી રજીસ્ટરમાં રાખવાની હોય છે આ રજીસ્ટ્રર તમામ જરુરી વિગતો માટે ઉપલબ્ધ હોય છે. લગ્ન નોંધણી કચેરી દ્વારા કચેરીમાં જ કોઇ એક જગ્યાએ બે પક્ષમાંથી કોઇ એક પક્ષ જે આ લગ્નમાં સામેલ ન હોય તેઓની જાણકારી માટે જાહેરમાં રાખતા હોય છે અને જીલ્લા કક્ષાની કચેરીએ નિશ્ર્ચિત જગ્યાએ આવી નોટીસો ચોટાડવામાં આવે છે પરંતુ વેબસાઇટ પર આવી નોટિસો પ્રસિઘ્ધ કરવાથી વ્યકિતગત ખાનગી બાબતો ગુપ્ત રાખવાના અધિકારનો ભંગ થાય છે. આ મુદ્દે ઊંડાણપૂર્વકની વિચારણા અને સમીક્ષા બાદ વેલસાઇટ પર લગ્ન નોંધણીની જાહેરાત પ્રસિઘ્ધ કરવાથી ૧૯૫૪ ના ખાસ લગ્ન ધારાની કલમ-૬ અંતર્ગત વ્યકિગત બાબતો ગુપ્ત રાખવાના અધિકારનો ભંગ થાય છે.
આંરત જ્ઞાતિય લગ્ન બાબતમાં અને વિવિધ ધર્મો ધરાવતા વ્યકિતઓ વચ્ચેના લગ્ન સંબંધ અંગે માહીતીઓ ગુપ્ત રાખવાની આવશ્યકતા હોય છે ૧૯૫૪માં ખાસ કાયદાની જોગવાઇઓને હજુ સુધી કોઇએ ચેલેંજ આપ્યો નથી.
આંતરજ્ઞાતીય લગ્ન નોટિસ સમયમાં વાંધા સુચનો ન આવે તો લગ્ન કાયદેસર
ભારતીય બંધારણ પ્રમાણે મેરેજ એકટ મુજબની કાર્યવાહી કરવી જરૂરી
ભારતીય બંધારણ પ્રમાણે સ્પેશ્યલ મેરેજ એકટમાં આંતરજ્ઞાતીય અને વિવિધ ધર્મના યુવક અને યુવતી લગ્ન માટે સંમત હોય ત્યારે ત્રણ સાક્ષી સાથે લગ્નની નોંધણી કરવાની કાર્યવાહી કરે ત્યારે ૩૦ દિવસનો નોટીસ પીરીયડ કાઢવામાં આવે છે. જેના વાલી અથવા ત્રાહીત વ્યકિત દ્વારા વાંધા રજૂ કરે અને જે વાંધા યોગ્ય લાગે કે ઉંમર છુપાવી ખોટા દસ્તાવેજો તેમજ યુવતી હાજર ન રહે તોલગ્ન ફોક થાય છે. જયારે લગ્ન ઈચ્છુક બંને રાજી રહે તો લગ્ન નોંધી કાયદેસરનાં લગ્નના માટે ૯૦ દિવસમાં વિજ્ઞપ્ત અથવા મેમોરડીયમ કરવા બંને પક્ષે રૂ.૨૦૦ રૂ.૨૦૦ના સ્ટેમ્પ પેપર બંને પક્ષની વિગતો નોંધવામા આવે છે. તે સમયે પિરીયડ પૂર્ણ થયા બાદ મેમોરેડીયમમાં દર્શાવવામાં આવેલા કારણો બે સાક્ષી અને બ્રાહ્મણોની ઉપસ્થિતિ સહિતની વિગતો સાથે રજૂ કરવામાં આવે તેમાં દર્શાવેલા સાથે રજૂ કરવામાં આવે તેમાં દર્શાવેલા કારણો યોગ્ય લાગે તો લગ્ન કાયદેસર ગણવામાં આવે આ લગ્નની માહિતી સરકારની વેબસાઈટ પર દર્શાવવામા આવતી હોય છે. આથી લગ્ન કરનાર બંને પક્ષની માહિતી ગુપ્ત રહેતી નથી અને તેનો દૂરૂપયોગ થાય છે.