કોર્ટના હુકમ છતા કર્મચારીને ફરજ પર લેવા હુકમનામાની અમલવારી કરી રિપોર્ટ કરવાનો ઉલાળ્યો કર્યો તો
શહેરના બહુમાળી ભવનમાં જિલ્લા રજીસ્ટ્રાર કચેરીમાં મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર તરીકે કામ કરતા કર્મચારી ભવાનભાઈ પોપટભાઈ મેંદપરાની તરફેણમાં અપીલના કામમાં ચુકાદો આવેલો જે ચુકાદા સામે સરકારે કોઈ કાર્યવાહી કરેલી નહી અને ચુકાદા સ્વીકારવામાં આવેલો અને તે મુજબ જન્મ તારીખમાં ફેરફાર સેવા પોથીમાં કરવામાં આવ્યો હતો.
ગાંધીનગરના અધિક રજીસ્ટ્રાર વહીવટ સહકારી મંડળીઓ દ્વારા ચુકાદાની વિરૂધ્ધ જઈ આ કર્મચારીને તા.૩૦.૬.૧૬ના રોજ સરકારી સેવામાંથી ફરજ મૂકત કરવામાં આવેલા હતા.
કર્મચારીએ હુકમનામાની અમલવારી કરવા સને ૨૦૧૬માં દિવાની દરખાસ્ત ભરી હુકમનામા મુજબ ફરજ ઉપર લેવાની માંગણી સાથે કાનુની કાર્યવાહી કરેલી જેમાં તા.૧૩.૭.૧૬ના રોજ હુકમનામાની અમલવારી કરવા આદેશ કરવામાં આવેલો પરંતુ તે મુજબ કર્મચારીને ફરજ ઉપર લેવામાં આવેલા નહી અને હુકમનામાની અવગણના કરવામાં આવી હતી.
દીવાની અદાલતે તા.૭.૯.૧૮ના રોજ હુકમનામાની અમલવારી કરવા માટે દીન ૭માં અમલ કરી કોર્ટમાં રીપોર્ટ કરવા સ્પષ્ટ હુકમ કરેલો હતો.
કોર્ટના હુકમની ફરી વખત અમલવારી થયેલી નહી તેમજ કર્મચારીની તરફેણનો હુકમ માત્ર કાગળ ઉપર રહે નહીજેથી સમય મર્યાદામાંખાતા દ્વારા કાર્યવાહી કરવામં આવેલી ન હોય જેથી કોર્ટના અનાદર બદલ રજીસ્ટ્રાર સહકારી મંડળી ગાંધીનગરને કોર્ટના હુકમના તીરસ્કાર બદલ કારણદર્શક નોટીસ સીવીલ જજ સુતરીયાએ તે માટે રૂબરૂ હાજર રહેવા માટે નોટીસ ફરમાવેલ છે.
કર્મચારીના એડવોકેટ લલીતસિંહ શાહી ભુવનેશ એલ. શાહી, ભુવનેશ એલ. શાહી, કૃણાલ એલ. શાહી ચંદ્રકાંત એમ.દક્ષીણી યોગેશ બારોટ, સુરેશ ફળદુ,હિતેષ ગોહેલ, મનીષ ગૂગ, નિશાંત જોષી, પાર્થ પી. ચૌહાણ રોકાયેલા હતા.