ફરિયાદ મળતા રૈયાધારમાં જલારામ ખમણમાં કોર્પોરેશનના દરોડા: મિકસ દુધ-ચિકન બિરયાનીના નમૂના લેવાયા
રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફટી ઓન વ્હીલ્સ વાન સાથે લક્ષ્મીવાડી મેઈનરોડ વિસ્તારમાં ખાણીપીણીની 12 પેઢીની ચકાસણી કરવામાં આવી હતી. ચેકીંગ દરમિયાન દૂધ, ઠંડાપીણા, મસાલા ચા તથા ફરસાણ બનાવવામાં ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ સહિત કુલ 10 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.આ ઉપરાંત સહકાર મેઈનરોડ વિસ્તારમાં 20 પેઢીની ચકાસણી કરવામાં આવી હતી. નકલંક ટી સ્ટોલ, ત્રિશુલ કોલ્ડ્રીંકસ, ત્રિશુલ પાન, ભોલેરામ પ્રોવિઝન સ્ટોર, જલારામ પાન, ગેલેકસી પાન, મારૂતી ફાસ્ટફૂડ, બાલાજી ફાસ્ટફૂડ, (09) હિરવા અમુલ પાર્લર અને રામનાથ ઘુઘરાને ફુડ લાઈસન્સ સંદર્ભે નોટીસ આપવામાં આવી હતી.
ફરિયાદ મળતા રૈયાધારમાં શાંતિનગર મેઈનરોડ પર જલારામ ખમણ પેઢીની ચકાસણી કરવાામં આવી હતી. ચાર કિલો વાસી અખાધ્ય ચટણી નાશ કરી પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવીહતી. આ ઉપરાંત ગોંડલ રોડ હાઈવે પર તુલીપ પાર્ટી પ્લોટની સામે, જય રાજપુતાના ફૂડ સેન્ટર પેઢીની ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પેઢીમાં વાસી અખાધ્ય નોનવેજનો 2 કિલો જથ્થાનો નાશ કરી પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી.જયારે માધવપાર્ક મેઈનરોડ પર ઘનશ્યામ ડેરી ફાર્મ અને મવડી રોડ પર સ્થળ રાધેશ્યામ ડેરી ફાર્મમાંથી મિકસ દુધના નમૂના લેવાયા હતા. આ ઉપરાંત જય રાજપુતાના ફૂડ સેન્ટરમાંથી ચિકન બિરીયાનીનો નમૂનો લેવાયો હતો.