ક્ષતિ પુરવાર થશે તો કાયદા અને નિયમાનુસાર કડક પગલા લેવાશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજાઈ ગયેલી મેરેથોન-૨૦૧૮ દરમ્યાન વિવિધ કામો માટે ભાડે રાખવામાં આવેલા ખાનગી વાહનો પૈકી અમુક વાહનોના બિલમાં વિસંગતતા જોવા હોવાનું બહાર આવતા મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ આ પ્રકરણને અત્યંત ગંભીરતાપૂર્વક ધ્યાને લીધું છે અને તેમાં ઉંડા ઉતરી જે કોઈ કસુરવાર પુરવાર થાય તેઓની સામે કડક પગલા લેવામાં આવશે તેમ કમિશનરે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રકરણમાં અત્યાર સુધીમાં જે કોઈ વિગતો બહાર આવી છે તેમાં પ્રથમ દર્શનીય રીતે તાત્કાલિક પગલા રૂપે વાહન ભાડે આપનાર એજન્સીને એક નોટીસ આપી તેને શા માટે બ્લેક લીસ્ટ ના કેવી તેનો ખુલાસો પુછવામાં આવશે. તેમજ સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના આસી મેનેજર અમિત ચોલેરાને પણ એક નોટીસ આપી તેનો ખુલાસો પુછવામાં આવશે.

કમિશનરે વિશેષમાં ઉમેર્યું હતું કે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકોટને ગૌરવ પ્રદાન કરનારી આ ઈવેન્ટની પ્રતિષ્ઠાને તેમજ રાજકોટ મહાનગરપાલિકાની ઈમેજને કોઈ મિસમેનેજમેન્ટ કે ગેરવહિવટને કારણે દાગ લાગે બિલકુલ ચલાવી લઈ શકાય એવી બાબત નથી. આ પ્રકરણમાં જે કોઈ એજન્સી, અધિકારી કે કર્મચારીની બેદરકારી કે અન્ય કોઈ ક્ષતિ પુરવાર થયે તેઓની સામે કાયદા અને નિયમાનુસાર કડક પગલા લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.