રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષે ગુજરાત હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરી હતી
અબતક, રાજકોટ
રાજકોટ જિલ્લા પંચાયત હેઠળ જે રોડ રસ્તા બનાવવામાં આવ્યા છે અને જે રોડ-રસ્તા બની રહ્યા છે તેમાં ઘણી ગેરરીતિ જોવા મળતી હોય છે ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ સહદેવસિંહ જાડેજા એ ગુજરાત હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરતાં જણાવ્યું હતું કે અનિડા-કોલીથડ વચ્ચે જે 15 કિલોમીટરનો રોડ અને બ્રિજ બનાવવામાં આવ્યો છે તે ચોમાસાના કારણે અત્યંત જર્જરિત થઇ ગયો છે અને જે યોગ્ય પગલાં લેવામાં આવવા જોઈએ તે પણ લેવાયા નથી. કે કોર્ટે માર્ગ અને મકાન વિભાગ ને નોટીસ પાઠવી છેજિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ સહદેવસિંહ જાડેજા સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ રોડ અને બ્રિજ બનાવવા માટેના ટેન્ડરો ભૂલી ગયા છે પરંતુ વર્ક ઓર્ડર હજુ સુધી મળ્યો નથી જેના કારણે કામમાં વિલંબ થઈ રહ્યો છે સાથોસાથ તેઓએ પીઆઇએલમાં પણ આ અંગે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે રાજકોટ સીટી ને નજીક આવેલા અનિડા અને કોલીથડ ગામે ઝડપભેર રોડ અને બ્રિજને સરખા કરવામાં આવે કારણ કે જો આ બિસ્માર રોડ અને પુલ સાજા થઇ જશે તો તેની સીધી અસર પહોંચશે.
કારોબારી ચેરમેન ના જણાવ્યા મુજબ સૌથી મહત્વની વાત એ છે કે ચોમાસા બાદ જે ઝડપથી કામ થવું જોઈએ તે ન થતા અનેક પ્રશ્નો સામે ઉદભવી થયા છે અને તેઓએ કોર્ટને રજૂઆત પણ કરી છે કે આ રોડ અને પુલનું કામ કે જે 15 કિ.મી.નો રોડ છે તેને ઝડપથી સરખો કરવામાં આવે અને ફરી એને થોડા અંશે પહોળો કરાય જેથી લોકોને તેનો પૂર્ણ લાભ મળતો રહે.