શિસ્તભંગ સામે એઆરઓની કડક કાર્યવાહી: ૬ દિવસમાં જવાબ આપવાનો મહિલા સ્ટાફને આદેશ
ગોંડલ ખાતે મહિલા ચૂંટણી સ્ટાફની તાલીમમાં ૬૦ થી વધુ મહિલાએ તાલીમ પૂર્ણ થયા પૂર્વે જ ચાલતી પકડી હતી ત્યારે શિસ્તભંગ બદલ આ તમામ મહિલા સામે એઆરઓએ કાર્યવાહી હાથ ધરીને કારણદર્શક નોટીસો ફટકારી છે. આ તમામ મહિલા સ્ટાફને જવાબ આપવા માટે નોટીસમાં ૬ દિવસનો સમય અપાયો હોવાનું જાણવા મળ્યું છે.
ગોંડલની એમ.બી. આર્ટસ કોલેજમાં ગોંડલ વિધાનસભા બેઠક માટે નિમાયેલા મહિલા સ્ટાફ માટે ચૂંટણી લક્ષી તાલીમનું આયોજન કરવામા આવ્યું હતુ આ તાલીમ વર્ગમાં ૬૦ થી વધુ મહિલા તાલીમ પૂર્ણ થયા પૂર્વે જ કોલેજ છોડીને ચાલી ગઈ હતી. આ બનાવના પગલે ગોંડલ વિધાનસભા બેઠકનાં એઆરઓએ શિસ્તભંગ બદલ ૬૦ થી વધુ મહિલા કર્મચારીઓને કારણદર્શક નોટીસ ફટકારતા ખળભળાટ મચી જવા પામ્યો છે. એઆરઓએ મહિલા સ્ટાફને ફટકારેલી નોટીસમાં જવાબ આપવા માટે ૬ દિવસનો સમય આપવામાં આવ્યો છે.