ડો. રવિ ડેડાણીયાએ બાલ સખા યોજનામાં કૌભાંડ આચર્યું હતું
જૂનાગઢ મનપાના મેડિકલ ઓફિસર ડો. રવિ ડેડાણીયા સામે.પ્રિવેંનસન ઓફ એન્ટી કરપ્શન એકટ હેઠળ ફોજદારી ફરિયાદ કરવા અને પોતાના અંગત લાભ અને હોદ્દાનો દુરૂપયોગ કરી, એક ખાનગી હોસ્પિટલને ચુકવાયેલા બાલ સખા યોજના ૩ ના રૂ. ૪૧.૬૫ લાખ રિકવરી કરવા રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગના સચિવ, જૂનાગઢ મનપાના કમિશનર અને નાયબ નિયામક લાંચ-રુશ્વતને જૂનાગઢના જાગૃત નાગરિકે એક નોટિસ પાઠવતા મનપા વર્તુળમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
જૂનાગઢના જાગૃત નાગરિક તુષાર પ્રવીણભાઈ સોજીત્રાએ સરકારના શહેરી વિકાસ વિભાગના સચિવ, જૂનાગઢ મનપાના કમિશનર તથા નાયબ નિયામક લાંચ-રુશ્વત ને એક નોટિસ પાઠવી, જૂનાગઢ મનપાના હેલ્થ ઓફિસર ડો. રવિ ડેડાણીયા સામે ગત તારીખ ૩૦-૪-૨૦૨૦ ના રોજ તેમના દ્વારા થયેલ એક અરજી બાબતે એન્ટી કરપશન એકટ હેઠળ ગુનો નોંધાયેલ છે, તેવા ડો. રવિ ડેડાણીયા એ પોતાના અંગત લાભ માટે ભ્રષ્ટાચાર આચ રી નેહરુ પાર્ક કો-ઓપ.હા.સો.લિ. માં ગેરકાયદેસર બાંધકામ કરાયેલા શ્રીજી બેબી કેર હોસ્પિટલ સાથે બાલ સખા ૩ યોજનાના કરાર કરેલ હતા અને બાદમાં મનપાની બાંધકામ શાખા અને લીગલ શાખાના અભિપ્રાય બાદ મેડિકલ ઓફિસરના એક પત્ર દ્વારા તારીખ ૧૪-૧૧-૧૯ થી આ યોજના શ્રીજી બેબી કેર હોસ્પિટલમાં બંધ કરવામાં આવીી હતીી. બાદમાં મનપાના હેલ્થ ઓફિસરના એક પત્ર અનુસંધાને શ્રીજી બેબી કેર હોસ્પિટલના ડો. જયચંદ્ર રતનપરાને ૮૫ બાળકોના સારવારના રૂ. ૪૧.૬૫ લાખ ચુકવવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે. આ નોટિસના અંતમાં એવી તાકીદ કરવામાં આવી છે કે, પાંચ દિવસમાં મનપાના હેલ્થ ઓફિસર ડો રવિ ડેડાણીયા દ્વારા અંગત લાભ થાય તે રીતે સત્તાનો દુરુપયોગ કરવા બદલ ભ્રષ્ટાચાર કરી ગેરકાયદેસર બાંધકામ કરાયેલ હોસ્પિટલને બાલ સખા -૩ યોજનાનો લાભ આપવા બદલ ડો. રવિ ડેડાણીયા સામે પ્રિવેન્શન ઓફ એન્ટી કરપ્શન એકટ હેઠળ ફોજદારી ફરિયાદ કરવામાં આવે તથા બેબી કેર હોસ્પિટલને રૂ. ૪૧.૬૫ લાખ ચૂકવાયા છે તે સરકારી ધારણાં ધોરણ મુજબ ડો. રવિ ડેડાણીયા પાસેથી વ્યક્તિગત રીતે વસૂલ કરવાા માં આવે અન્યથા યોગ્ય કાર્યવાહી માટે અદાલતમાં જવાની ફરજ પડશે તેવી ગંભીર નોંધ પણ તાકીદ કરવામાં આવી છે.