અંકુરનગર મેઈન રોડ અને લોધેશ્વર સોસાયટીમાં ૧૬ પાણીપુરીના ધંધાર્થીઓને ત્યાં દરોડા: બેફામ ગંદકી મળી આવી
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પાણીપુરીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ૧૬ સ્થળોએ ચેકિંગ દરમિયાન ૧૩ પાણીપુરીવાળાને નોટિસ ફટકારી ૩૧૮ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.આજે આરોગ્ય શાખા દ્વારા ચંદ્રેશનગર મેઈન રોડ પર રાધે-ક્રિષ્ના, મહાકાળી, ક્રિષ્ના, ગણેશ, બોમ્બે, રાજુ, શ્યામ અને નિલેશ પાણીપુરી, લોધેશ્વર સોસાયટીમાં દ્વારકાધીશ, સૌરાષ્ટ્ર, ચામુંડા, બોમ્બે , મધુરમ, બાપાસીતારામ અને શ્રીરામ પાણીપુરી સહિત કુલ ૧૬ પાણીપુરીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જે અંતર્ગત ૧૩ સ્થળોએ અનહાઈજેનીક કંડિશન મળી આવતા તમામને નોટિસ ફટકારવામાં આવી હતી આ ઉપરાંત ચેકિંગ દરમિયાન ૧૧૩ કિલો સડેલા વાસી બટેટા, ૨૦ કિલો ગંધાતા ચણા, ૪૫ કિલો દાઝયુ તેલ, ૭૯ કિલો પાણીપુરી, ૬૧ કિલો સડેલી ડુંગરી સહિત ૩૧૮ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.