રાજકોટ શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરશ્રી બંછાનિધિ પાનીના આદેશ અનુસાર ગેરકાયદેસર નળ કનેક્શન અને ડાયરેક્ટ પમ્પીંગનાં કિસ્સાઓની તપાસ તથા પગલા ઉપરાંત પાણીનો બગાડ કરતા આસામીઓ સામે પણ પગલાં લેવામાં આવી રહયા છે. જેમાં ૩૦-૦૪-૨૦૧૯ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ નં. ૧૬ની ટીમ દ્વારા શહેરમાં ન્યુ સર્વોદય સોસાયટી વિસ્તારમાં હાથ ધરાયેલ ચેકિંગ દરમ્યાન ડાયરેક્ટ પમ્પીંગ કરતા ૦૪ આસામીઓને ડાયરેક્ટ પમ્પીંગનો દંડ રૂપિયા બે હજારભરી જવા અંગેની નોટીસ આપવામાં આવી હતી.
જે આસામીઓ સામે પગલા લેવામાં આવ્યા છે તેમાં ડાયરેક્ટ પમ્પીંગ કરનાર (૧) શ્રી ગોરધનભાઈ લીંબાસીયા (નાગબાઈ કૃપા – ન્યુ સર્વોદય સોસાયટી -૨) (૨) શ્રી હિરેનભાઇ રૂપારેલીયા (રાધેશ્યામ મકાન પાસે ન્યુ સર્વોદય (૩) શ્રી નટવરભાઈ ડોડીયા (શ્રી ચામુંડા – ન્યુ સર્વોદય (૪) શ્રી પ્રવીણભાઈ લીંબાસીયા ( ગોકુલ – ન્યુ સર્વોદય સોસાયટી – ૨ ) વિગેરે આસામીઓનો સમાવેશ થાય છે.
ઉપરોક્ત કામગીરી મ્યુનિ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીના આદેશ અન્વયે ટીમ લીડર અમિત ચોલેરા ડે.એન્જી. કે.કે. મેહતા જતીન પંડ્યા વોર્ડ ઓફીસર ભાવેશ સોનીગ્રા આસી.એન્જી. વસાવા પેટ્રોલર હંસરાજભાઈ હરેશભાઈ તથા જયેશભાઈ ની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ હતી.