રાજકોટ શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરશ્રી બંછાનિધિ પાનીના આદેશ અનુસાર ગેરકાયદેસર નળ કનેક્શન અને ડાયરેક્ટ પમ્પીંગ કરતા આસામીઓને ત્યાં રાજકોટ મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાની ટીમ દ્વારા તારીખ: ૨૫-૦૨-૨૦૧૯ નાં રોજ શહેરના વોર્ડ નં. ૦૯ માં આવેલ સોસાયટીઓમાં ચેકિંગ કરવામાં આવેલ હતું. ચેકિંગ દરમ્યાન ત્રણ ગેરકાયદેસર નળ કનેક્શન અને ચાર ડાયરેક્ટ પમ્પીંગ કરતા આસામીઓ પકડાયેલ અને તેમને નોટીસ આપવામાં આવી હતી.
વોર્ડ નં. ૦૯ માં આવેલ માધવપાર્ક, વિશ્વકર્માં સોસાયટી અને નટરાજનગરમાં ચેકિંગ દરમ્યાન ત્રણ આસામીઓને ત્યાંથી ગેરકાયદેસર નળ કનેક્શન મળી આવેલ હતા, (૧) બાબીબેન બારાઈ, (૨) છેલાભાઈ અને (૩) સુખાભાઈ બાંભવા, ત્રણેય આસામીઓના ગેરકાયદેસર નળ કનેક્શન કપાત કરવામાં આવ્યા હતા. તેમજ વોર્ડ નં. ૦૯ માં આવેલ માધવપાર્ક શેરી નં.૧ અને ૨ના એરિયામાં પાણી ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમ્યાન ચાર આસામીઓને ત્યાંથી ડાયરેક્ટ પમ્પીંગ કરતા પડાયેલ હતા. (૧) દિલીપભાઈ સભાયા, (૨) રણછોડભાઈ ખાંદર, (૩) જ્યોત્સનાબેન ચોટલીયા અને (૪) ચતુરભાઈ સક્રિય. તમામ આસામીઓને નોટીસ આપી રૂ. ૮,૦૦૦/- નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.