લાંબા સમયી ગેરહાજર ૧૫ કામદારોને પાણીચું: એક એસએસઆઈ અને છ સફાઈ કામદાર સસ્પેન્ડ
સફાઈ રેન્કીંગમાં ધોબી પછડાટ મળ્યા બાદ મહાપાલિકાને સ્વચ્છતામાં ટોપનું સન હાંસલ કરવા માટે ગંભીરતાી પ્રયાસો શ‚ કરી દીધા છે. જે અંતર્ગત છેલ્લા એક માસમાં સફાઈ કામગીરીમાં વેઠ ઉતારનાર ૫૦૦ી વધુ સફાઈ કામદારોને નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે વધુ માહિતી આપતા પર્યાવરણ ઈજનેર નિલેશ પરમારે જણાવ્યું છે કે, શહેરના ૧૮ વોર્ડમાં ચેકિંગ દરમિયાન મોડા આવનાર કે, વહેલા જતા રહેનાર ૫૦૦ સફાઈ કામદારોને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે અને આશરે ૧૭ લાખ ‚પિયાનો પગાર પણ કપાત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત છ એસઆઈને નોટિસ આપવામાં આવી છે. અને એક એસએસઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
લાંબા સમયી ગેરહાજર ૧૫ સફાઈ કામદારોને ફરજ મુકત કરવામાં આવ્યા છે. જયારે ૬ને નોટિસ ફટકારવામાં આવી છે. ગત ફેબ્રુઆરી માસી શહેરમાં આવેલા ૭ મોટા વોકળા સહિતના ૨૬ વોકળાની સફાઈ કામગીરી શ‚ કરવામાં આવી હતી જે હાલ આટોપી લેવામાં આવી છે.