ખાદ્ય સામગ્રીમાં સિન્થેટીક કલરનો ઉપયોગ નથી કરાતો ? અને રેકડીમાં હાઈજેનીક કંડીશન છે કે કેમ ? તે અંગે આરોગ્ય શાખાનું ચેકિંગ
શહેરમાં રેકડીઓમાં વેચાતા ખાદ્ય પદાર્થમાં સિન્થેટીક કલરનો ઉપયોગ કરવામાં આવે છે કે કેમ ? તથા હાઈજેનીક કંડીશનની જાળવણી કરાઈ છે કે કેમ ? તે અંગે આજે મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરમાં સંતકબીર અને ૧૫૦ ફુટ રીંગ રોડ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ૨૭ વેપારીઓને નોટિસ ફટકારી ૭૬ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે.
આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આજે હાથ ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન સંતકબીર રોડ પર ચામુંડા ટી સ્ટોલ, જયમાતાજી દાળ-પકવાન, ભગત દાળ-પકવાન, ગોકુલ ગાંઠિયા, શિવશંકર દાળ-પકવાન, આશિષ ચાપડી ઉંધીયું, ફેમસ વડાપાઉ, અન્નપૂર્ણા પરોઠા હાઉસ, ક્રિષ્ના દાળ-પકવાન, જય ઠાકર પુરી-શાક, મોમાઈ ટી સ્ટોલ, જય ઠાકર ટી સ્ટોલ અને પાન, ૧૫૦ ફુટ રીંગ રોડ પર ચિત્રરેખા બિલ્ડીંગ સામે અમીનમાર્ગ કોર્નર અને ઈન્દીરાબ્રીજ પાસે સ્ટાર ચાઈનીઝ પંજાબી, એ-વન મદ્રાસ કાફે, સોનલ પાઉભાજી, શિવશકિત ચાપડી ઉંધીયું નેચરલ સુપ પોઈન્ટ, અંજલી પાણીપુરી, સંતોષ ભેળ, પ્રિપસી પોટેટો, ચામુંડા પાન, રાધે પંજાબી-ચાઈનીઝ, દાસ ખમણ, ડિલકસ સેન્ડવીચ અને રૂષિ મદ્રાસકાફેને નોટિસ ફટકારવામાં આવી હતી. ૭૬ કિલો અખાદ્ય ખોરાકના જથ્થાનો પણ નાશ કરાયો છે.