પીજીવીસીએલે પણ વીજ જોડાણ કાંપી નાંખ્યા

ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા વરસો પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રોડ પર શહીદ ભગતસિંહ ગાર્ડન પાછળ બનાવવામાં આવેલ બે રહેણાંક બિલ્ડીંગ ખુબ જ ભયજનક સ્થિતિમાં હોઈ, સાવચેતીરૂપે બ્લોક નં.65 અને 66ના 24 ફ્લેટ ધારકો/કબજેદારોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ ફ્લેટ ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત આજે આ બંને બ્લોકના પાણીના કનેક્શન અને ડ્રેનેજ કનેક્શન પણ કાપી નાંખવામાં આવેલ છે. સાથોસાથ આ બંને બિલ્ડીંગના વીજ કનેક્શન કાપવા માટે પી.જી.વી.સી.એલ. ને પણ જણાવવામાં આવી છે. ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડને પણ આ અંગે જાણ કરવામાં આવેલ છે.

નોટિસમાં જણાવ્યું હતું કે ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડનાં બિલ્ડીંગનો મહતમ ભાગ ભયગ્રસ્ત થયેલ હોય, આ બિલ્ડીંગમાં વધુ નુકશાની થયેથી સમગ્ર બિલ્ડીંગને મોટા પાયે નુકશાન થવા કે બિલ્ડીંગનાં પડવાથી જાન-માલની નુકશાન થવાની સંભાવના હોય, જી.પી.એમ.સી.ની કલમ -264 અન્વયે ભયજનક ભાગ દુર કરી, ભયમુકત કરી સ્ટ્રકચર એન્જીનીયર પાસે સ્ટેબીલીટી સર્ટીફીકેટ મેળવી રજુ કરવા અગાઉ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નોટીસો આપવામાં આવેલ છે. આ બિલ્ડીંગ નું બાંધકામ જુનું હોઈ અને બિલ્ડીંગ જર્જરિત હોઈ, રાજકોટ મહાનગર પાલિકાના માન્ય સ્ટ્રકચર એન્જીનીયર પાસે સ્ટ્રકચરની સ્ટેબીલીટી ચકાસણી કરવામાં આવેલ છે. તેઓ દ્વારા આ બિલ્ડીંગના મહતમ ભાગો જર્જરિત હોઈ, આ સંપૂર્ણ બિલ્ડીંગ સંવેદનશીલ અને ભયજનક હોવાનું જણાવેલ છે, કુદરતી આપતી જેવી કે વાવાઝોડું, ભારે વરસાદ અને ભૂકંપ સામે સ્ટ્રકચરલી સ્ટેબલ ન હોવાનો રીપોર્ટ આપેલ છે. સંપૂર્ણ બિલ્ડીંગ ખૂબજ ભયજનક સ્થિતીમાં હોય, આ બાંધકામ પડી જાય તો ગંભીર પ્રકારની જાનહાની થઇ શકે તેવી સંભાવના જણાય છે. આ કારણથી સદરહું બાંધકામનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવા માટે આ બિલ્ડીંગનાં ફ્લેટમાં રહેતા માલિક/કબજેદારોને નોટીસ જી.પી.એમ.સી. એકટની કલમ -268 અન્વયે કબજામાં રહેલ મિલ્કતનો ઉપયોગ આ નોટીસ મળ્યેથી સત્વરે બંધ કરવા જણાવેલ છે. તેમાં કસુર થયે જી.પી.એમ.સી.એ એકટની કલમ-268 અન્વયે કાયદાનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે અને તેમ કરતા જો કોઇ ખર્ચ નુકશાન થશે તેની સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.