ગાંધીનગર જિલ્લામાં બાંધકામ સાઇટ ચાલી રહી છે.જ્યાં પાણી ભરાઇ રહેવાને કારણે ત્યાં મચ્છરો પેદા થાય છે. જે મેલેરિયા સહિત અન્ય વાહકજન્ય રોગચાળો ફેલાઇ શકે છે.ત્યારે ગાંધીનગરના મેલેરિયા વિભાગ દ્વારા જિલ્લીના ૨૩૦ કન્ટ્રક્શન સાઇટને આ બાબતે લેખિતમાં જાણ કરવાની સાથે નોટિસ આપવામાં આવી છે. આરોગ્યની દ્રષ્ટીએ અતિસંવેદનશીલ મજુરો આ વિસ્તારમાં રહેતા હોવાને કારણે તેમના થતી રોગચાળો રેલાઇ શકે તેમ છે જેથી આ બાંધકામ સાઇટોમાં પાણી ન ભરાય અને મજુરોનું સમયાંતરે સ્ક્રિનીંગ થાય તે માટેની સુચના સાઇટના માલિકને આપવામાં આવી છે.
ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો ફાટી ન નીકળે તે માટે મેલેરિયા વિભાગ દ્વારા અગાઉથી જ કામગીરી શરૂ કરી દીધી છે. ગાંધીનગ જિલ્લામાં થયેલા એક સર્વે મુજબ રહિશો કરતા રાજસ્થાન,પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને દાહોદ- ગોધરા જેવા આરોગ્યની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાંથી આવતા મજુરોમાં મેલેરિયાના લક્ષણો વધુ જોવા મળ્યા છે.