અન્ય ૧૫૦૦ આસામીઓને નોટિસ ફટકારવાની કામગીરી ચાલુ: ૨૦૦૦ નવા રજીસ્ટ્રેશન: રૂ.૧૩.૬૫ કરોડની વસુલાત
ચાલુ સાલના બજેટમાં વ્યવસાય વેરા વિભાગને રૂ.૩૦ કરોડનો તોતીંગ લક્ષ્યાંક આપવામાં આવ્યો છે.જેની સામે અત્યાર સુધીમાં ૧૩.૬૫ કરોડની જ વસુલાતથવા પામી છે. નાણાકીય વર્ષ પુરુ થવાના આડે હવે ચાર માસથી પણ ઓછો સમયગાળો બચ્યો છે ત્યારે ૩૦ કરોડના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે વ્યવસાય વેરા વિભાગ દ્વારા ૧૫૦૦ આસામી ઓને નોટિસ ફટકારવામાં આવી છે અને વધુ ૧૫૦૦ આસામી ઓને નોટિસ ફટકારવા ની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે.
વર્ષ ૨૦૧૭-૧૮માંવ્યવસાય વેરા વિભાગની ૨૦ કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો જેની સામે માંડ ૧૯ કરોડ રૂપિયા એકત્ર થયા હતા. આવક અને જાવકના ટાંગામેડ કરવા માટે ચાલુ સાલ વ્યવસાય વેરાનો ટાર્ગેટ ૨૦ કરોડથી વધારી ૩૦ કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે. શહેરમાં ૮૦ હજાર જેટલા કરદાતાઓ પ્રોફેશ્નલ ટેકસ ભરવા માટે નોંધાયેલા છે.ચાલુ વર્ષમાં નવા ૨૦૦૦ રજીસ્ટ્રેશન થયા છે.
ગતવર્ષે આજસુધીમાં વ્યવસાય વેરા પેટે ૧૨.૫૧ કરોડની આવક થવા પામીછે. ચાલુ સાલ આજ સુધીમાં ૧૩.૬૫ કરોડની આવક છે. આવકમાં વધારો ૧.૧૪ કરોડનો છે.૩૦ કરોડના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ૩૦૦૦ આસામીઓને નોટિસ ફટકારવા માં આવશે. હાલ ૧૫૦૦ આસામીઓ ને નોટિસની બજવણી કરી દેવામાં આવી છે.જયારે અન્ય ૧૫૦૦ આસામીઓને ટુંક સમયમાં નોટિસ ફટકારવામાં આવશે.