શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.૧,૮,૧૧ અને ૧૨માં કોર્પોરેશનની વેરા વસુલાત શાખા દ્વારા ૨૫ બાકીદારોની ડીપીએમસી એકટ મુજબ મિલકત ટાંચ-જપ્તીની નોટીસ ફટકારવામાં આવી છે. આજે હાથ ધરવામાં આવેલી ટેકસ રીકવરીની કામગીરી અંતર્ગત રૂ.૫.૩૧ લાખની આવક થવા પામી છે.
આ અંગે વેરા વસુલાત શાખાના સુત્રોના જણાવ્યા અનુસાર આજે વેસ્ટ ઝોનમાં અલગ-અલગ પાંચ વોર્ડમાં ટેકસ રીકવરીની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં વેરો ભરપાઈ કરવાની તાકીદ કરતા અમીન માર્ગ પર પીંક એન્ડ બ્લુ, સવન સોમ્ફોની, કોપર હાઈટસ અને ગોકુલનગરમાં એક ઔધોગિક મિલકત ધારકે વેરો ભરપાઈ કરી દીધો હતો. દરમિયાન આજે શહેરના વોર્ડ નં.૧,૮,૧૧ અને ૧૨માં વારંવાર તાકીદ કરવા છતાં વેરો ન ભરનાર ૨૫ બાકીદારોની બીપીએમસી એકટની કલમ ૪૫/૧ હેઠળ મિલકત ટાંચ તથા જપ્તીની નોટીસ ફટકારવામાં આવી છે.