મધ્યપ્રદેશના યુવાનના નામે મુંબઈમાં ખુલેલા બેન્ક એકાઉન્ટમાં ૧૩૪ કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેકશન દ્વારા મની લોન્ડરીંગ થયાનો આક્ષેપ
મધ્યપ્રદેશના ભીંડ જીલ્લામાં રહેતા ૨૯ વર્ષીય યુવાનના હોંશ ત્યારે ઉડી ગયા જયારે તેના હાથમાં આવેલી ઈન્કમ ટેકસની નોટીસમાં જણાવાયું હતું કે, તેના ખાતમાં થયેલા ૧૩૪ કરોડ રૂપિયાની લેવડ-દેવડ માટે ખુલાસા કરવા ઈન્કમટેકસ વિભાગે નોટીસ દ્વારા જવાબ માંગ્યો હતો. આ ટ્રાન્ઝેકશન માટે યુવાનના પાન નંબર સાથે મુંબઈમાં ૨૦૧૧-૨૦૧૨માં જે ખાતુ ખોલાવ્યું હતું તેની વિગતો માંગવામાં આવી હતી. નોટીસ મેળવનાર રવિ ગુપ્તાએ જણાવ્યું હતું કે, એ દિવસોમાં મારો પગાર રૂા.૭૦૦૦ હતો. મને એ પણ ખબર નથી કે આ ખાતુ કેવી રીતે ખુલ્યું. મને લાગે છે કે આ મામલો મની લોન્ડરીંગનો હોવો જોઈએ. રવિ ગુપ્તાએ આઘાત સાથે પોતાની રીતે તપાસ શરૂ કરી ત્યારે આ ખાતામાં કેવી રીતે ટ્રાન્ઝેકશન થયા હતા અને ઝવેરી પેઢીના તહેવારોના કેટલાક તબકકાઓની જાણ થઈ હતી. મેહુલ ચોકસી અને તેના ભત્રીજા નિરવ મોદી ૧૨,૭૦૦ કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંકના કૌભાંડનાં સહઆરોપીઓ હોય રવિ ગુપ્તાએ આક્ષેપ કર્યો હતો કે આ બે નંબરી ટ્રાન્ઝેકશન ગુજરાતમાં હિરાનો વેપાર કરતી પેઢી દ્વારા કરવામાં આવ્યો છે. ઈન્કમટેકસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આ મુદ્દે રવિ ગુપ્તા પોલીસ ફરિયાદ કરીને તપાસ કરાવી શકે છે.
ભીંડના મોહાનામાં રહેવાસી ગુપ્તાના ખાતામાં થયેલા ૧૩૪ કરોડના ટ્રાન્ઝેકશનમાં એક કંપનીએ મુંબઈની એક ખાનગી બેંકની શાખામાં ૯ સપ્ટેમ્બર ૨૦૧૧ અને ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૨ દરમિયાન કરેલા ટ્રાન્ઝેકશનમાં રવિ ગુપ્તાના પાનકાર્ડ લિંક ધરાવતી કંપનીના નામે વ્યવહાર થયું હોવાનું બહાર આવ્યું છે. રવિ ગુપ્તાએ જણાવ્યું હતું કે, જે સમયે આ ભેદી નાણાકિય વ્યવહાર પોતાના નામે ખોટી રીતે ખુલેલા ખાતામાં થયો હતો તે સમયે મારી ઉંમર માત્ર ૨૧ વરસની હતી અને એ સમયે વર્ષ ૨૦૧૧-૧૨માં હું કયારેય મુંબઈ કે ગુજરાત ગયો જ ન હતો. હું ઈન્દોરમાં ખાનગી પેઢીમાં કામ કરતો હતો અને મહિને ૭૦૦૦ કમાતો હતો. મારી એ આવક પણ દુર પાત્ર ન હતી. રવિ ગુપ્તાએ વધુમાં મધ્યપ્રદેશ પોલીસના સાયબર સેલ, મહારાષ્ટ્ર પોલીસ, વડાપ્રધાન કાર્યાલય અને આયકર અધિકારીને મારા પર નિકળેલી ટેકસ રિકવરીની ફરિયાદ સામે તપાસ કરવા માંગણી કરી છે. રવિ ગુપ્તાને પ્રથમ નોટીસ ૩૦ માર્ચ-૨૦૧૯ના દિવસે મળી હતી અને તેમાં કહેવાયું હતું કે, વર્ષ ૨૦૧૧-૧૨માં તેની આવક કરપાત્ર હતી. મેં આ નોટીસ ઉપર ધ્યાન આપ્યુ ન હતું. કારણકે એ સમયે મારી આવક જ કરપાત્ર ન હતી. પછી જુલાઈ મહિનામાં મને બીજી નોટીસ મળતા મેં આ મુદ્દે ગંભીરતા લઈને મેં મારી રીતે તપાસ શરૂ કરી અને ખાતાની વિગતો મેળવી હતી.
મુંબઈની ઈન્કમ ટેકસ ઓફિસે ગયો અને કહ્યું કે આમા પોતાનો વાંક નથી અને જે એકાઉન્ટમાં મોટુ ટ્રાન્ઝેકશન થયું છે તે પણ પોતાનું નથી પરંતુ હવે આયકર વિભાગે મને કરની બાકી રકમની વસુલાત માટે મારી મિલકતો ટાંચમાં લેવાની ચેતવણીઓ આપવા માંડી છે. રવિ ગુપ્તાને ઈન્કમટેકસ વિભાગે ડિસેમ્બરમાં નોટીસ પાઠવી ખાતાની વિગતો પાનકાર્ડ આધારે ખુલેલ. ખાતુ રજીસ્ટ્રેશન, ટીન રજીસ્ટ્રેશન અને ગુજરાતમાં રજીસ્ટ્રર થયેલી રવિ ગુપ્તાના નામની પેઢીની વિગતો માંગી હતી. તેની સામે રવિ ગુપ્તાએ જવાબ રજુ કર્યો હતો કે મારે ગુજરાતની હીરાની પેઢી સાથે કોઈ લેવા-દેવા નથી તેમાં માત્ર મારું પાનકાર્ડ વપરાયુ છે અને તેમાં પણ નકલી સહીનો ઉપયોગ થયો છે. ઈન્કમ ટેકસ વિભાગે તપાસ કરવી જોઈએ કે આ ખાતામાં૧૦૦ કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેકશન કેમ થયું જેમાં સ્થાનિક એડ્રેસ પણ નથી.