સભા-સરઘસ યોજવા, તમાકુના વેચાણ પર પ્રતિબંધ, મુકતી અપાયેલા વેપારીઓને સવારના ૭ થી સાંજના ૭ સુધી દુકાનો ખુલ્લી રખાશે
કોરોનાના વાયરસને અટકાવવા સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવતા જેનો કડક પણે અમલ કરવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા જાહેરનામુ પ્રસિઘ્ધ કરવામાં આવ્યું છે. જેમાં ચાર કે ચારથી વધુ વ્યકિતઓ એકઠા થવા પર, ખાનગી કે સરકારી શિક્ષણીક કાર્ય જાહેર કાર્યક્રમ અને બીજ જરૂરી બહાર ન નીકળવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
સમગ્ર શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર અનધિકૃત રીતે ચાર કે ચારથી વધુ વ્યક્તિઓએ એક સાથે કોઈપણ જગ્યાએ એકઠા થવા પ્રકારના સભા, સરઘસ, સંમેલન, મેળાવડા કે લોકમેળાપર પ્રતીબંધ ફરમાવ્યો છે. મોલ, મલ્ટીપ્લેકસ, સિનેમા અને નાટ્યગૃહો, જીમ, સ્પોર્ટસ કોમ્પલેક્સ, સ્વીમીંગ પુલ, ડાંસ કલાસીસ, ગેઈમ ઝોન, કલબ હાઉસ, એમ્યુઝમેનટ પાર્ક, પાર્ટી પ્લોટ, મેરેજ હોલ, લગ્ન વાડી, હાટ બઝાર અને મોટી સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય તેવા તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવાના રહેશે.
આ ઉપરાંત તમામ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ, ટ્યુશન/કોચિંગ કલાસ વગેરે જગ્યાએ તમામ શૈક્ષણિક કાર્યો બંધ રાખવાના રહેશે.. સરકારી તથા ખાનગી હોસ્ટેલ, જાહેર બાગ બગીચા તથા ધાર્મિક મેળાવડાઓ પાન- ગુટકા, તમ્બાકુ તેમજ તેને લગતા ઉત્પાદનોનું વેંચાણ કરી શકાશે નહીં. તમામ હોટલો, રેસ્ટોરંટ, ખાણીપીણાના સ્થળ, મીઠાઈ-ફરસાણની દુકાન, ભોજનાલય બંધ રાખવાના રહેશે. કોરોના વાયરસ અંગે ખોટી અફવા/માહિતી કોઇ પણ માધ્યમ મારફતે ફેલાવવી ગુનો ગણાશે.
કોરોના વાયરસ પોઝીટીવ વિસ્તાર માંથી આવેલ નાગરિકોએ નજીકની સરકારી હોસ્પિટલ અથવા શહેર/જિલ્લાના કંટ્રોલ રૂમ અવા હેલ્પ લાઈન નં ૧૦૪ પર આ અંગે ફરજીયાત જાણ કરવાની તા જરૂરી તમામ માહિતી આપવાની રહેશે. હોમ કવોરન્ટાઇનના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અન્યા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટ શહેરમાં સાંજના૭ વાગ્યથી સવારના ૭ વાગ્યા સુધી જાહેર જનતાના બિનજરૂરી બહાર અવર-જવર પર પ્રતિબંધ રહેશે.
સરકાર કે સનિક સ્વરાજ્યની સંસ તરફથી જાહેર હિતમાં કરવામાં આવતા કોઈપણ કાર્યક્રમો. સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્ય સરકારી / અર્ધ સરકારી એજન્સી જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેમજ સ્મશાન યાત્રા અને લગ્નના વરઘોડાને, જીવન-જરૂરીયાતની ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા એકમો તથા આવી ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનોને આ પ્રતિબંધો લાગુ પડશે નહીં. આ હુકમો તા.૫.૫.૨૦૨૦થી અમલી બનશે, જેના ભંગ કે ઉલ્લંઘન બદલ કાયદેસશની કાર્યવાહી કરવામાં આવશે.