બ્લુ વ્હેલ સ્યુસાઇડ ગેમએ દુનિયાને હચમચાવી નાખી છે જે તરુણો યુવાનો એ ગેમ રમવાનું શ‚ કરે છે ત્યારથી જ જુદા-જુદા એવા ટાસ્ક પાસ કરવા પડે છે જે કદાચ જીવનાં જોખમે પુરા થાય છે અને અંતિમ ચેલેન્જના સ્વ‚પમાં ગેમ રમનારને આત્મહત્યા કરવા મજબુર કરે છે આ બ્લુ વ્હેલ ગેમ ત્યારે તરૂણો અને યુવાનો જોશજોશમાં આ રમત રમવાનું શ‚ કરે છે. અને તેનો અંત મોતમાં પરિણમે છે તેવા સમયે દુનિયામાં એક અનેક લોકો છે જેને આ ગેમ રમવાથી આત્મહત્યા કરવા મજબુર થવું પડ્યું છે તો ભારત પણ આ ગેમની અસરથી બાકત નથી રહ્યું ભારતમાં પણ ૧૨-૧૪ વર્ષના ૬ તરૂણો અને યુવાનોએ આ ચેલેંજીગ ગેમ રમવાનું શરૂ કર્યુ હતું અને ગેમની છેલ્લી ચેલેન્જ પુરી કરવા આત્મહત્યા કરી મોતને ભેટ્યા હતા. ત્યારે આ બાબતની ગંભીરતા સમજી તાજેતરમાં દિલ્હી હાઇકોર્ટ દ્વારા સોશિયલ નેટવર્કીક સાઇટ્સનને એક નોટીસ મોકલવામાં આવી છે જે અનુસંધાને ગુગલ, યાહુ અને ફેસબુકને દ્વારા બ્લુ વ્હેલ સ્યુસાઇડ ગેમ ઉપર રોક લગાવવા જે કાંઇ પણ પગલાં લેવાયા હોય તેની નોંધ કરાવવી પડશે તેમજ આ પ્રકારની નોટીસ કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસને પણ આપવામાં આવી છે.
હવે જોવું એ રહ્યુ કે દિલ્હી હાઇકોર્ટ દ્વારા અપાયેલી આ નોટીસથી સોશિયલ નેટવર્કીગ સાઇટ અને કેન્દ્ર સરકાર પર કેવી અસર પડે છે તેમજ બ્લુવ્હેલ સ્યુસાઇડ ગેમને વધુ જીવ લેવાથી રોકવામાં કેટલી સફળતા મળે છે.