રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શાળાઓમાં ધો.૧૨ કોમર્સની ઉત્તરવહી ચકાસણીની કામગીરી અંતિમ તબકકામાં
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં લેવાયેલી બોર્ડની પરીક્ષા બાદ ઉતરવહી મૂલ્યાંકનનો ધમધમાટ શ‚ કરાયો હતો. રાજકોટ જિલ્લામાં શાળાઓમાં જુદા-જુદા પેપરોની ચકાસણી કરવામાં આવી હતી. હાલ ધો.૧૦ અને ૧૨ સાયન્સની પરીક્ષાની તમામ ઉતરવહીઓની મૂલ્યાંકન કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનું શિક્ષણ વર્તુળમાંથી જાણવા મળ્યું છે.
ધો.૧૦ અને ૧૨ સાયન્સની ઉતરવહીઓની ચકાસણી કામગીરી પૂર્ણ થયા બાદ તમામ ઉતરવહીઓ અને તેનો રીપોર્ટ શિક્ષણ બોર્ડને મોકલી દેવામાં આવ્યો છે. જયારે હાલ રાજકોટ જિલ્લામાં ધો.૧૨ કોમર્સની પરીક્ષાની ઉતરવહી ચકાસવાની કામગીરી ચાલી રહી છે. જેમાં શહેરની ચૌધરી હાઈસ્કૂલમાં અંગ્રેજી વિષયનું પેપર ચકાસવામાં આવી રહ્યું છે. જયારે મોહનદાસ ગાંધી વિદ્યાલયમાં આંકડાશાસ્ત્ર વિષયનું પેપર ચકાસણી ચાલી રહી છે. બીજી બાજુ પડધરીની શાળાઓમાં સમાજવિધા અને ઈતિહાસ અને ગુજરાતી વિષયના પેપરની ઉતરવહી મૂલ્યાંકન કામગીરી ચાલી રહી છે.
સામાકાંઠે આવેલી માસુમ સ્કૂલમાં તત્વજ્ઞાન વિષયનું પેપર શિક્ષકો દ્વારા તપાસવામાં આવી રહ્યું છે. શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષા લેવાય ગયા બાદ ઉતરવહી મૂલ્યાંકન કામગીરી પણ તરત જ શ‚ કરી દેવામાં આવી હતી. રાજકોટ જિલ્લાની શાળાઓમાં બોર્ડની પરીક્ષાની ઉતરવહી મૂલ્યાંકન કામગીરીમાં ઘણા બધા શિક્ષકોને ફરજ સોંપવામાં આવી હતી. શિક્ષણ બોર્ડની નિર્ધારીત સમયમાં જ શિક્ષકોએ ધો.૧૦ અને ૧૨ સાયન્સની ઉતરવહી તપાસીને શિક્ષણ બોર્ડને રીપોર્ટ કરી દીધો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી બોર્ડની પરીક્ષા બાદ ઉતરવહી મૂલ્યાંકન કામગીરી પણ ઝડપથી કરવામાં આવી રહી છે. ધો.૧૨ કોમર્સના તમામ પ્રશ્ર્નપત્રોની ઉતરવહી ચકાસણી પણ અંતિમ તબકકામાં ચાલી રહી છે ત્યારે ધો.૧૦ અને ધો.૧૨ સાયન્સ અને કોમર્સ એમ તમામ વિષયના ઉતરવહીની ચકાસણી કર્યા બાદ શિક્ષણ બોર્ડ દ્વારા વહેલી તકે પરીણામ પણ જાહેર કરવામાં આવશે. રાજકોટ શહેર અને પડધરીમાં ધો.૧૨ કોમર્સના પેપરોનું મૂલ્યાંકન ચાલી રહ્યું છે.