વિવાદાસ્પદ કોમેન્ટ કરનાર વકીલને ઘટના સ્થળે લઇ જઇ પોલીસે કરાવ્યું કાયદાનું ભાન
અબતક,રાજકોટ
ધંધૂકાના કિશનની હત્યાના સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે ત્યારે રાજકોટમાં પણ ધંધૂકા જેવી ઘટના બને તે પહેલાં યુનિર્વસિટી પોલીસ મથક અને સોસાયટીના જાગૃત રહીશો દ્વારા પર્દાફાસ કરવામાં આવ્યો છે.
બધા મુસ્લિમ બની ગયા છે હિન્દુઓ ભાગી જાવ તેવા ઉશ્કેરણીજનક
હિન્દુઓ વિરૂધ્ધ વિવાદાસ્પદ ઉચારણ કરનાર વિધર્મી વકીલની પોલીસે ધરપકડ કરી તેની સોસાયટીમાં લઇ જઇ કાયદાના પાઠ ભણાવ્યા ત્યારે સોસાયટીના રહીશો દ્વારા ભારે રોષ સાથે વિધર્મી વકીલ સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધી કડક કાર્યવાહીની માગ કરી છે. જ્યારે શિવસેના દ્વારા પણ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે.
ઉચારણથી રાજકોટની શાંતિને પલિતો ચાંપવા હીન પ્રયાસ
વિધર્મી વકીલના મોબાઇલ ડીટેઇલની તપાસ થાય તો કેટલીક ચોકાવનારી વિગતો બહાર આવશે
શિવસેના દ્વારા પોલીસ કમિશનરને કરાઇ રજૂઆત
મુંજકા નજીક આવેલા શ્રી શ્યામપ્રસાદ મુખર્જીનગરમાં રહેતા વકીલ સોહિલ હુસેનભાઇ મોરે સપના કા ઘર ડ્રીમ હાઉસ વોટસએપ ગૃપમાં શિવાજી લૂંટારો હતો તેવી ટીપણી કરતા ક્રાઇસ્ટ કોલેજ રોડ પર રહેતી જયોતિબા ગીરીરાજસિંહ સોઢાએ આ પ્રકારની ટીપણી કેમ કરી તે અંગે મોબાઇલમાં વાત કરતા પોતે વકીલ સોહિલ મોર હોવાનું અને ‘અહીયા પાકિસ્તાન થઇ ગયું છે. બધા મુસ્લિમ થઇ ગયા છે. તમે હિન્દુઓ ભાગી જાવ તેવું કહેતા જ્યોતિબા સોઢા પોતાની સોસાયટીના રહીશો સાથે વકીલ સોહિલ મોરને ત્યાં જતા તે બંને હાથમાં છરી સાથે ઘસી આવ્યો હતો તે દરમિયાન કોઇએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા યુનિર્વસિટી પોલીસ મથકની પીસીઆર શ્યામપ્રસાદ મુખર્જીનગરમાં આવતા પોલીસને જોઇ સોહિલ મોર વધુ ઉશ્કેરાયો હતો અને પોલીસ સ્ટાફના રાવતભાઇ ડાંગર સાથે ઝપાઝપી કરી હતી. પોલીસ સોહિલ મોર સામે જ્યોતિબા સોઢાની ફરિયાદ પરથી ધાર્મિક લાગણી દુભાવવા અંગેની અને રાવતભાઇ ડાંગરની ફરજમાં રૂકાવટ અંગેનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.
સોહિલ મોરને ક્રાઇમ બ્રાન્ચના એસીપી ડી.વી.બસીયા, પીઆઇ જે.વી.ધોળા, યુનિર્વસિટી પોલીસ મથકના પીઆઇ એ.એસ.ચાવડા અને પીએસઆઇ એચ.પી.રવિયા સહિતના સ્ટાફ ઘટના સ્થળે લઇ જઇ આકરી પૂછપરછ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં એકઠા થયેલા ટોળા દ્વારા સોહિલ મોર સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધી તેના મોબાઇલના કોલ ડીટેઇલની તપાસ કરવામાં આવે તો કેટલીક ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવે તેમ હોવાની પોલીસને રોષ સાથે રજૂઆત કરી હતી.