ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ – ગોંડલ ના પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે દ્વારા છેલ્લા 35 વર્ષ થી વૃક્ષો નો ઉછેર, પ્રકૃતિ સંરક્ષણ,પર્યાવરણ જાગૃતિ, પ્રકૃતિ શિક્ષણ,ગરીબ ઝૂંપડપટ્ટી ના બાળકો અને સગર્ભા માતા ના આરોગ્ય સફાઈ અને શિક્ષણ ને લગતી સેવા કરી કરી રહેલ છે.તેમજ વન્ય જીવ પક્ષીઓનું અને સાપ નું રેસ્ક્યુઝ કરી જીવ સૃષ્ટિ બચાવ કામગીરી સાથે કોવિડ મહામારીમાં અવિરત દર્દીઓની સેવા ના કાર્યો કરી રહેલ છે…

હિતેશભાઈ દવે ના ભત્રીજાવહુ નેહા મનિષ દવે જે ઞઊં માં રહે છે ,તેમના દ્વારા ઞઊં સ્થિત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન ને આ સેવા પ્રવૃત્તિ ની વિગતવાર જાણ કરતા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે માનવસેવા અને સામાજિક સેવા દ્વારા જીવ માત્ર ના કલ્યાણ માટે કાર્ય કરતા લોકોને પ્રોત્સાહિત કરવા અને તેમના કાર્યોને વિશ્વ સામે ઉદ્દાહરણ રૂપ સરાહના કરવા ના હેતુ થી પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે દ્વારા કરવામાં આવી રહેલ પ્રકૃતિ,સામાજિક,માનવ ઉપયોગી સેવાઓ અને કોવિડ મહામારીમાં કરેલ પેન્ડેમીક અવેરનેસ કાર્યોને ધ્યાને લઇ આંતરરાષ્ટ્રીય ઓર્ગેનાઇજેશન ઞઊં લંડન સ્થિત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન દ્વારા હિતેશભાઈ દવે પ્રકૃતિપ્રેમીને એવોર્ડથી સન્માનિત કરવામાં આવતા ગોંડલ શહેર તેમજ તેમના સર્વે શુભચિંતકો મિત્રો અને પ્રકૃતિપ્રેમીઓ માં આનંદ અને ગર્વ ની લાગણી છવાઇ ગયેલ છે..વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન ઞઊં દ્વારા આપવામાં આવેલ આ એવોર્ડ ને હિતેશભાઈ દવે એ સેવાકાર્યો નું સન્માન ગણાવ્યું હતું…પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે એ આ એવોર્ડ મળવાથી તેમની સેવાઓની વિદેશમાં નોંધ લેવામાં આવી અને તેમની સેવાઓને આ એવોર્ડ થી વધુ વ્યાપકતા અને અનુકૂળતા મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.