કોરોનાની કપરી પરિસ્થિતિમાં કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાની શ્રેષ્ઠ કામગીરીની વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ નોંધ લઇ સર્ટિફીકેટ એનાયત કરી પ્રશસા કરી છે. આ સર્ટિફીકેટ મળતા કેબીનેટ મંત્રી પર અભિનંદન વર્ષા થઇ રહી છે.
કોરોના મહામારીની બીજી લહેર સમગ્ર જનજીવન માટે કપરી રહી આ કપરાકાળમાં સમાજનો દરેક વ્યકિત દર્દીઓની કોઇને કોઇ રીતે સારવારમાં જોડાય ગયો હતો. કોઇપણ જાતના સ્વાર્થ વગર લોકોએ એકબીજાની મદદ કરતા કોરોનાની અતિભયંકર બીજી લહેરમાંથી સૌ હેમખેમ બહાર આવ્યા.કોરોનાની બીજી લહેરમાં અનેક સામાજીક સેવાકીય સંસ્થાઓનો કોવિડ સેન્ટર ઉભા કરવામાં મહત્વનું યોગદાન રહ્યું.
આ મહામારીમાં ભાજપના અગ્રણી નેતા અને કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ પણ જનકંડોરણા તાલુકો તથા આસપાસના ગ્રામજનો માટે વિશાળ સંખ્યામાં બેડ સાથે કોવિડ સેન્ટરની શરુઆત કરી. આ કોવિડ સેન્ટર જામકંડોરણા ક્ધયા છાત્રાલય ખાતે શરૂ થતાં મોટી સંખ્યામાં દર્દીનો કોરોનાની ભયંકર બિમારીમાંથી ઉગરી શકયા, કેબીનેટ મંત્રીના માર્ગદર્શનથી આ કોવિડ સેન્ટર મહિનાઓ સુધી ધમધમ્યું કોવિડ કેર કેન્સરમાં ડોકટરોની પુરતી સુવિધા તેમજ ઓકિસજનની પણ વ્યવસ્થા કરવામાં આવી.
દર્દીઓને ચા-નાસ્તો તેમજ સમયસર ભોજનની સુંદર સુવિધા જોતા સમાજના આગેવાનો, શ્રેષ્ઠીઓએ આ કામગીરીની પ્રશસા કરી જામકંડોરણા કોવિડ કેર સેન્ટર ઉપરાંત કોરોના દર્દીઓ માટે કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ કરેલી ઉત્કૃષ્ઠ કામગીરીનો નોધ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ કોવિડ-19 ની કપરી પરિસ્થિતિમાં કરેલી શ્રેષ્ઠ કામગીરીની નોંધ લઇ કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાને સર્ટીફીકેટ એનાયત કર્યુ છે. આ બહુમાન મળતા કેબીનેટ મંત્રી ઉપર રાજકીય સામાજીક આગેવાનો સમાજ શ્રેષ્ઠીઓ તરફથી અભિનંદન મળી રહ્યા છે.