ડિસ્ટ્રીકટ બાર એસો. દ્વારા પ્રિન્સીપલ એન્ડ સેશન્સ જજને કરી લેખિત રજૂઆત
કોરોનાની મારામારીથી લાંબા સમય સુધી અદાલતની પ્રત્યેક્ષ કામગીરી બંધ હતી પરંતુ તા.1 માર્ચથી પ્રત્યક્ષ કામગીરીનો પ્રારંભ થયો હતો. જેમાં પેન્ડીંગ અને નવા દાખલ થતા કેસોમાં માત્ર રજીસ્ટ્રાર અને નાઝીર સમક્ષ કરાતા સોગંદનામાની સાથે સાથે નોટરી પાસે કરાવેલા સોગંદનામા ગાહ્ય રાખવા રાજકોટ ડિસ્ટ્રીકટ બાર એસો. દ્વારા ડિસ્ટ્રીકટ જજ સમક્ષ લેખીત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતને બારનાં પ્રમુખ બકુલ રાજાણી એ ટેકો આપ્યો છે.ડિસ્ટ્રીકટ બાર એસો.ના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા રજૂઆત જણાવ્યુ છે ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજે તા.12.3.21ના રોજ ના પરિપત્રથી રાજકોટ જિલ્લામાં કાર્યરત તમામ અદાલતોમાં પેન્ડીગ રહેલ કેસો કે દાખલ થતા નવા કેસોમાં કરવામાં આવતા પક્ષકારોનો સોંગદનામામાં નોટરાઈઝડ ને બદલે જે તે કોર્ટના રજીસ્ટ્રાર નાઝીર, નાયબ રજીસ્ટ્રાર પાસે રૂબરૂ કરાવી રજૂ કરવાનાં રહેશે. તેવી સૂચનાઓ આપવામાં આવેલ છે. હાલની કોવિડ 19ની પરિસ્થિતિ તથા કાયદાકીય પરિસ્થિતિના કારણે પરિપત્રથી પક્ષકારો, કોર્ટ સ્ટાફને હાલમાં અને ભવિષ્યમાં તકલીફો પડે તેમ છે. તેમજ આ પરિપત્ર નોટરી એકટ, ઓથ એકટ, પુરાવા અધિનિયમ, સિવિલ તથા ક્રિમિનલ મેન્યુઅલ વિગેરેની જોગવાઈઓની વિરૂધ્ધ છે. આમ, ઉપરોકત હકિકત તથા પક્ષકારો, વકિલો અને કોર્ટ સ્ટાફને સરળતા રહે તે માટે ઉપરોકત પરિપત્રમાં નોટરાઈઝડને બદલે જે તે કોર્ટના રજીસ્ટ્રાર, નાઝીર, નાયબ રજીસ્ટ્રારની જગ્યાએ નોટરાઈઝડ અથવા જેતે કોર્ટના રજીસ્ટાર , નાઝીર, નાયબ રજીસ્ટાર, એમ સુધારો કરવો જરૂરી હોવાનું જણાવેલ છે.
તેમજ હાલમાં કોવિડ 19ની પરિસ્થિતિના કારણે બંધ થયેલ અદાલતો તાજેતરમાં જ ચાલુ કરવામાં આવતા હલ કોર્ટો સંપૂર્ણ પણે બંધ ન કરતા મર્યાદિત સંખ્યામાં પક્ષકારોને હાજર રાખી કોર્ટો ચાલુ રાખવી જરૂરી છે.
આ રજૂઆતને ઉપપ્રમુખો મેહુલ મહેતા તથા જયેશભાઈ બોધરા, સેક્રેટરી દિલીપભાઈ જોષી અને અજય પીપળીયા, જોઈન્ટ સેક્રેટરી તરીકે જતીનભાઈ ઠકકર નયન વ્યાસ ખજાનચી વી.ડી. રાઠોડ, લાઈબ્રેરી સેક્રેટરી નિવિદભાઈ પારેખ અને નિરવભાઈ પંડયા તેમજ કારોબારી સદસ્યો વિરેન રાણીંગા મહેન્દ્ર શાહ, નૃપેન ભાવસર, સોહિન મોર, જીજ્ઞેશ સભાડ, રાજેશ ચાવડા, પ્રતિક વ્યાસ, હિરેન રૈયાણી, આનંદ રાધનપુરા, કિશન વાલ્વા, જીતેન્દ્ર કે.ગોસાઈ, જીતેન્દ્રસિંહ પરમાર, શૈલેષ સુચક, ઈસ્માઈલપરાસરાએ સમર્થન આપેલ છે.
ઉલ્લેખનીય છે કે બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના ચેરમેન દિલીપભાઈ પટેલ અને બારનાં પ્રમુખ બકુલ રાજાણીએ કોર્ટો ચાલુ રહે તે સંબંધે હાઈકોર્ટનાં ચીફ જસ્ટીસને રજૂઆત કરી છે.