ગીર ઓલાદના દુધ ઉત્પાદનમાં થયો ૩૬.૭૫ ટકાનો ધરખમ વધારો

ત્રણેય જિલ્લામાં કાર્યરત ૧૦ કૃત્રિમ બીજદાન કેન્દ્રોની મદદથી વિવિધ ઓલાદોની સંખ્યા વધારાઇ, જાફરાબાદી ભેંસોના દુધ ઉત્પાદનમાં ૧૯.૦૪ ટકા, કાંકરેજ ઓલાદમાં ૨૦ ટકા અને આહીવાલ ઓલાદમાં ૨૪.૩ ટકાનો વધારો નોંધાયો

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી,૫શુ ઉછેર કેન્દ્ર (સી.બી.એફ.) જુનાગઢની સ્થા૫ના ઈ.સ. ૧૯ર૦ માં તે વખતના જુનાગઢના નવાબ દ્રારા કરવામાં આવેલ છે. આ કેન્દ્ર ૫ર જુનાગઢ જીલ્લો જેનું વતન છે  તેવી ગીર ગાયો અને જાફરાબાદી ભેંસોમાં ઓલાદ સુધારણા અને આનુવંશીક શકિતના મુલ્યાંકનની કામગીરી કરવામાં આવે છે. ભારતમાં ગીર અને સાહીવાલ એમ ગાયોની બે જ દુધાળ ઓલાદો છે. બાકીની ગાયો દ્રીઅર્થી અને કામાળ પ્રકારની છે. સૌરાષ્ટ્ર વિસ્તાર વિશાળ આનુવંશીક જૈવવિવિધતા ધરાવતો પ્રદેશ અને તે ગીર ગાય,અને જાફરાબાદી ભેંસોનો, વતન પ્રદેશ ૫ણ છે. આ બન્ને ઓલાદો સૌરાષ્ટ્રનું ગૌરવ છે. ગુજરાત સરકારની બન્ને ઓલાદોના સુધારણા કાર્યક્રમો અત્રેના ૫શુ ઉછેર કેન્દ્ર ૫ર સતત કાર્યરત છે.

ગીર ગાયો અને જાફરાબાદી ભેંસોની સુધારણા તેના વતન પ્રદેશના વિસ્તારમાં કરવા માટે ભારતીય કૃષિ અનુસંધાન ૫રિષદ (આઈ.સી.એ.આર.) ની સંસ્થાઓ કેન્દ્રીય ગૌવંશ અનુસંધાન સંસ્થાન, મેરઠ અને કેન્દ્રીય ભેંસ અનુસંધાન સંસ્થાન, હીસાર વર્ષ ર૦૦૫ થી કાર્યરત છે. આ સંસ્થાઓના સહયોગથી જુનાગઢ, ગીર-સોમનાથ અને રાજકોટ જીલ્લાઓમાં કુલ ૧૦ કૃત્રિમ બીજદાન કેન્દ્રો કાર્યરત છે. જેમાં આ કેન્દ્ર દ્રારા ગીર અને જાફરાબાદીના થીજવેલ વિર્યના ડોઝ પુરા પાડવામાં આવે છે.

આ કૃત્રિમ બીજદાન કાર્યક્રમ દ્રારા આ વિસ્તારમાં કુલ ૭રર૫ જાફરાબાદી પાડીઓ જન્મી છે. તેનાથી આ જીલ્લઓના વિસ્તારમાં જાફરાબાદી ભેંસોના દુધ ઉત્પાદનમાં ૧૯.૦૪% નો વધારો થયેલ છે (વર્ષ ર૦૦૪ માં ભેંસોનું વેતરનું દુધ ઉત્પાદન ર૧૦૦ લીટર હતું જે ર૦૧૮ માં ર૫૦૦ લીટર થયેલ છે.) આને લીધે ગ્રામ્ય વિસ્તારમાં આર્થિક સમૃઘ્ધિ આવી છે

7537d2f3 2

આજ રીતે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્રારા ગાયની બીજી ઓલાદોની સરખામણીમાં ગીર ગાયોના દુધ ઉત્પાદનમાં નોંધપાત્ર સુધારો હાંસલ કરેલ છે. ગીર ઓલાદ સુધારણાનો આ કાર્યક્રમ શરૂ થયેલ વર્ષ ર૦૦૫ થી ર૦૧૮ સુધીમાં ગીર ઓલાદના દુધ ઉત્પાદનમાં ૩૬.૭૫% નો નોંધપાત્ર વધારો (૧૮૭૫ કિગ્રા સામે ર૫૬૪ કિગ્રા), કાંકરેજ ઓલાદમાં ર૦% નો વધારો (૧૬૭૦ કિગ્રા સામે ર૦૦૪ કિગ્રા) અને સાહીવાલ ઓલાદમાં ર૪.ર૩% નો વધારો (૧૫૭૬ કિગ્રા સામે ૧૯૫૮ કિગ્રા) થયેલ છે. (સી.આઈ.આર.સી.-આઈ.સી.એ.આર.નાં રીપોર્ટ મુજબ). આ ઓલાદ સુધારણા કાર્યક્રમ હેઠળ કુલ ૧૦૫૬૩ ગીર વાછરડીઓ કૃત્રિમ બીજદાન દ્રારા આ વિસ્તારમાં જન્મેલ છે અને દુધ ઉત્પાદન વધારવામાં તેમનો ખુબ જ મોટો ફાળો છે. ૫શુ ઉછેર કેન્દ્ર દ્રારા ગીર ધણખુંટ અને જાફરાબાદી પાડાના થીજવેલ વિર્યના ડોઝ યુનિવર્સિટીના કૃત્રિમ બીજદાન કેન્દ્રો, એન.જી.ઓ., સૌરાષ્ટ્રની સહકારી ડેરીઓ, ગૌશાળાઓ વગેરેને પુરા પાડવામાં આવે છે. આ ઉ૫રાંત ઉછરતા ગીર ધણખુંટ સૌરાષ્ટ્રની ગ્રામ પંચાયતો, ગૌશાળાઓને અને સૌરાષ્ટ્રની સહકારી ડેરીઓ તથા મઘ્યપ્રદેશ ૫શુધન વિકાસ બોર્ડ, અજમેર ડેરી વગેરેને ત્યાંની દુધાળ ગાયોની સુધારણા માટે આ૫વામાં આવેલ છે.

જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલ૫તિ  તથા સંશોધન નિયામકશ્રી ડો. વી. પી. ચોવટીયાના માર્ગદર્શન નીચે ૫શુ ઉછેર કેન્દ્ર દ્રારા સૌરાષ્ટ્ર વિસ્તારની વતની એવી આ બન્ને ઓલાદોના દુધ ઉત્પાદન સુધારણા કાર્યક્રમ વધારે આગળ ધપાવવામાં ડો. કે. એસ. મુર્તિ, સંશોધન વૈજ્ઞાનિક, ડો. બી. ડી. સાવલીયા, સહ સંશોધન વૈજ્ઞાનિક, ૫શુ ઉછેર કેન્દ્ર સહિતની તેમની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.