મધ્યપ્રદેશની ૨૩૦ બેઠકોમાંથી ૨૨ બેઠકો પર વિજયી ઉમેદવારને મળેલી બહુમતી કરતા વધારે મતો નોટાને મળ્યા, મતોની ટકાવારીમાં નોયા પાંચમા ક્રમેભોપાલ
આગામી વર્ષે યોજાનારી લોકસભાની સેમીફાઈનલ સમાન પાંચ રાજયોની વિધાનસભામાં ભાજપને ભારે પછડાટ મળી છે. તેમાં પણ મધ્યપ્રદેશમાં ચૂંટણી ભારે રસાકસી પૂર્ણ બની હતી અને કોંગ્રેસ ભાજપ કરતા માત્ર પાંચ જ બેઠકો વધારે જીતી શકી હતી. અહી થયેલા ત્રિપાંખીયા જંગમાં ભાજપને હરાવવામાં નોટાએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. નોટાને મધ્યપ્રદેશમાં પાંચમાં સૌથી વધારે મતો મળ્યા હતા.નોટાને મળેલા ભારે મતોના કારણે શિવરાજ સરકારના ચાર મંત્રીઓને હારનો સામનોકરવો પડયો હતો.
મધ્યપ્રદેશની ૨૩૦ વિધાનસભા બેઠકોમાંથી૨૨ બેઠકો પર નોટાનેક મળેલા મતો વિજયી ઉમેદવારના બહુમતીનામતો કરતા વધારે હતા. જેના કારણે શિવરાજ સરકારના શકિતશાળી મનાતા ચારમંત્રી ઉમેદવારોને હાર ખમવી પડી હતી.અહી ભાજપ અને કોંગ્રેસ વચ્ચેમળેલા મતોની ટકાવારીમાં માત્ર ૦.૧ કાનો તફાવત છે જયારે, નોટાને ૫.૪ લાખ મતો મળ્યા હતા. જે કુલ મતદાનની ૧.૪ ટકા જેટલા થવા જાય છે.
મધ્યપ્રદેશમાં થયેલા કુલ મતદાનમાં૪૧ ટકા મતો ભાજપને, ૪૦.૯ ટકા મતો કોંગ્રેસને બુજન સમાજ પાર્ટીને ૫ ટકા મતો, જીજીપીને ૧.૮ ટકા મતો જયારે નોટાને પાંચમાં ક્રમાંકે૧.૪ ટકા મતો મળ્યા હતા. સમાજવાદી પાર્ટીને૧.૩ ટકા મતો અને આમ આદમીને ૦.૭ ટકા મતોમળ્યા હતા. ૨૨ બેઠકોમાં નોટાએ વિજયી ઉમેદવારના વિજયના તફાવત કરતા નોટાને વધારે મતો મળ્યા હતા. આ બેઠકો પર નોટાને મળેલા વધારે મતોનાંકારણે ચાર મંત્રીઓની સામાન્ય મતોની હાર થવા પામી હતી. ગ્વાલીયર દક્ષિણમાં વિજયના મતો તફાવત માત્ર ૧૨૧ મતો હતો. અહી નોટાને ૧,૫૫૦ મતો મળ્યા હતા જેથી શિવરાજસિંહ ચૌહાણ સરકારના ગૃહરાજય મંત્રી નારાયણસિંહ કુશવાહાનો ૧૨૧ મતોથી હાર થઈ હતી દામોહમાં રાજયના નાણામંત્રી જયંત માલૈયા ૭૯૯ મતોથી હારી ગયા હતા. અહી નોટાને ૧,૨૯૯મતો મળ્યા હતા. જબલપુર ઉતરમાં આરોગ્ય રાજય મંત્રક્ષ શરદ જૈન ૫૭૮ મતોથી હારીગયા હતા અંહી નોટાને ૧,૨૦૯ મતો મળ્યા હતા.
જયારે, બુરનપુરમત વિસ્તારમાં રાજયના મલિ અને બાલ વિકાસ મંત્રી અર્ચના ચીટનીસે ૫,૧૨૦ મતોથી પાછળ રહીને બેઠક ગુમાવી હતી અહી નોટાને ૫,૭૦૦ જેટલા મતો મળ્યા હતા નોટાના કારણે ભાજપને કોંગ્રેસ કરતા વધારે ખોટ સહન કરવી પડી છે.જે ૨૨ બેઠકો પર નોટાના કારણે હારજીત બદલાઈ છે જેમાં ૧૨ બેઠકો પર કોંગ્રેસેભારે મહેનત કરી હતી. બુંદેલખંડ અને માલવામાં નોટાને સૌથી વધારેમતો મળ્યા છે. બુંદેલખંડમાં નવ બેઠકો પર માલવામાં આઠ બેઠકો પરનોટાને વધારે મતો મળ્યા હતા કેટલાક ઉચ્ચ જાતીના સંગઠ્ઠનો દ્વારા નોટાને મત આપવા ઝુંબેશ ચલાવી હતી. એસસી, એસ.ટી. એકટ અધિનિયમને બંને મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસેટેકો આપતા નારાજ થયેલા આવા સંગઠ્ઠનોએ આ ઝુંબેશ ચલાવી હતી માલવાના આદિજાતી વિસ્તારોમાં નોટાને વધુ મત જોવા મળ્યા તે પાછળનું કારણ મતદારોમાં છશ અભ્યાસને કારણભૂત માનવામા આવે છે.