નિષ્ણાતોના મત મુજબ ક્યારેય પણ ક્યાંકથી વાંચ્યું હોય કે કોઈ પાસેથી સાંભળ્યું હોય તે પ્રમાણે કોઈ ફળની છાલ કે ગર્ભ ચામડી પર ઘસવાથી દૂર રહેવું. ટૂંકમાં પ્રયોગ કરતાં પહેલાં સાવધ રહેવું. અગાઉ ક્યારે અજમાવ્યો ન હોય તેવો નુસખો કરતાં પહેલાં તેને ગોઠણ નીચેની ત્વચા પર લગાવવું જોઈએ. તેની અસર તપાસી લેવી જોઈએ. જો ત્વચા પર કોઈ રિએક્શન ન આવે તો સારું કહેવાય.
વધુ મેકઅપ એટલે વધુ સારો દેખાવની માન્યતા ખોટી છે. ફાઉન્ડેશન, પાવડર, બ્લશર જરૂર કરતાં વધુ લગાવવું જોઈએ નહીં. તેના બદલે કોઈ નિષ્ણાત પાસેથી સારા અને ઓછા મેકઅપમાં સુંદર દેખાવાની કળા શીખી લેવી જોઈએ. તેનાથી તમારા નાણાં અને સમયનો પણ બચાવ થશે.
સુકી ત્વચા સુંદરતાની દુશ્મન છે. યુવાન હોવા છતાં સુકી ત્વચાના કારણે પ્રૌઢ કે વૃ જેવો દેખાવ ઈ જાય છે. ત્વચા સુકી દેખાય નહીં તેનું ધ્યાન રાખો. તેનો ઉપાય અઘરો ની, પરંતુ સરળ છે. એ મોઇરાઇઝરને ર્પસમાં સન આપવું જોઈએ.નહાયા બાદ ટુવાલી ખૂબ જોરપૂર્વક ત્વચાને ઘસવી નહીં. ઘણાને એવી ટેવ હોય છે કે સ્નાન બાદ ટુવાલી જોરજોરી શરીરને ઘસે છે. ત્વચાને બળપૂર્વક ઘસવાથી સારી બની જશે તેવી માન્યતા બિલકુલ ખોટી છે. આવું કરવાથી દૂર રહેવું. ત્વચા સારી રાખવા નહાયા પછી શરીર પર સારી માત્રામાં મોઇરાઇઝર કે બોડી લોશન લગાવવું જોઈએ.
ઘણી સ્ત્રીઓને ટેવ હોય છે કે સુકી ત્વચાના ભિંગડાં ઉખેડીને દૂર કર્યા કરે છે. પરંતુ નિષ્ણાતોની સલાહ છે કે આવું કરવું નહીં. વારંવાર આવું કરવાથી ચામડી વધુ સુી બનવાનો ભય રહે છે અને તેનું સુરક્ષા કવચ હટી જતાં ઈન્ફેક્શનના ચાન્સ વધી જાય છે.
દેખાદેખીના જમાનામાં ક્રીમ કે અન્ય કોસ્મેટિક ખરીદવાની કે લગાવવાની ઓમાં આદત હોય છે. પરંતુ આવું કરવાથી દૂર રહેવું જોઈએ.
ઉપરાંત કોઈની સલાહ પર ચહેરા પર ક્રીમ લગાવવી જોઈએ નહીં. તમારી બહેન, ભાભી, સહેલીને જે ક્રીમ ફાયદો કરતી હોય તે તમને પણ કરે તે જરૂરી ની. ચામડીના રોગ-નિષ્ણાતની સલાહ અનુસાર ક્રીમ લગાવવી જોઈએ.