પારિવારિક પ્રેમ મહોત્સવમાં ક્ષમાપના અને પ્રેમભીના અદ્દભૂત દ્રશ્યો સર્જાયા
ધાટકોપરના શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ હિંગવાલાલેનના આંગણે લીંબડી અજરામર સંપ્રદાયના આચાર્ય પૂજય શ્રી ભાવચંદ્રજી સ્વામી તેમજ આંતરીક સંવેદનાઓને જાગૃત કરી દેનારા અનોખા પ્રયોગો દ્વારા હજારો આત્માઓને ધર્મ પમાડી રહેલાં ગોંડલ સંપ્રદાયના રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિઘ્યે પારિવારિક પ્રેમ મહોત્સવ આંસુઓના દરીયા અને લાગણીભીના દ્રશ્યો સાથે સંપન્ન થયું હતું.
આજના સમયમાં પરિવારના સભ્યો વચ્ચે ગેર સમજણો અને પરસ્પર અભાવના વાતાવરણ સર્જા રહ્યા છે. ત્યારે પરિવારને પ્રેમ અને વિશ્ર્વાસના સૂત્રમાં બાંધવાનાં પ્રયોગ સ્વરુપ રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુની મહારાજ સાહેબની પ્રેરણાથી આયોજીત થએલાં આ વિશિષ્ટ કાર્યક્રમમાં આચાર્ય પૂજય શ્રી ભાવચંદ્રજી મહારાજ સાહેબ આદિ ઠાણા ૮, રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુની મહારાજ સાહેબ આદી ઠાણા-૮ સંતોની સાથે ગોંડલ સંપ્રદાય, લીંબડી સંપ્રદાય, કચ્છ આઠ કોટી મોટી પક્ષ સંપ્રદાયના ૫૧ થી પણ વધારે સતીવૃંદનું સાનિઘ્ય પ્રાપ્ત થયું હતું.
આ અવસરે માતા-પુત્ર, પિતા-પુત્ર, સાસુ-વહુ, આદિ સાથે મળીને અનેક ભાવિકો સહપરિવાર એકબીજા પ્રત્યે અને પ્રેમનું આદાન પ્રદાન કરવા વિશાળ સંખ્યામાં આનંદ-ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે ઉપસ્થિત પરીવારોને સંબોધિને પૂજય શ્રી ભાવચંદ્રજી સ્વામીએ કહ્યું હતું કે જયારે સ્વયંમાં સુધારો આવે છે ત્યારે જ સમાજમાં સુધારો આવતો હોય છે પરંતુ એ શકય ત્યારે જ બને છે જયારે પરિવર્તન હ્રદયથી થએલું હોય, હ્રદય પરિવર્તનના કારણે વિચાર, વાણી અને વર્તનમાં પણ પરિવર્તન આવી જતું હોય છે. સાધુ પરીવાર હોય ચાહે સંસારી પરીવાર, આપણે હંમેશા નાના મોટા દરેકમાં પરમાત્મા સ્વરુપના દર્શન કરવા છે.
વિખૂટા પડેલા મન અને વિખૂટા પડેલા પરીવારોને એક કરવાના પ્રયાસ રુપે આ અવસરે રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે અત્યંત મધુર વાણી અને પ્રભાવશાળી શૈલીમાં પ્રભુને પ્રાર્થના કરાવવાની સાથે સુંદર માર્ગદર્શન આપતા કહ્યું હતું કે, જેને અહીંયા પરીવારના બે પાંચ સભ્યો સાથે રહેતા નથી આવડતું તેને મોક્ષમા અનંની સાથે રહેતા કયારેયન આવડી શકે. જે પરિવાર પરસ્પર પ્રેમધર્મને ન અનુસરે ત્યાં સુધી તે પરિવાર કયારે જૈનધર્મને ન અનુસરી શકે. આજના સમયમાં પરિવારના સભ્યોની એકબીજાને સમજી ન શકવાની ઉણપ તે આજના પરિવારોનો મોટોામાં મોટો વીક પોઇન્ટ છે. અને માટે જ પરિવારના સભ્યો સાથે માત્ર કમ્યુનિકેશન કરવા કરતાં પણ વધારે જરુરી છે સ્ટ્રોગ કનેકશન કરવાની પરિવારની શાંતિ સમાજની શાંતિ બને છે.
રાષ્ટ્રસંત પૂજયશ્રીના બોધ વચનોને શ્રવણ કર્યા બાદ અનેક પુત્રોએ પોતાના માતાના અને પિતાના અનેક પતિદેવોએ પોતાની પત્નીના, અનેક પુત્રવધુઓએ પોતાની સાસુમાના ચરણનું આંખમાં આંસુ અને દિલમાં સાથે કેસરના જળથી પૂજન કરીને ક્ષમાયચના કરતા શ્રી હિંગવાલા સંઘમાં પૂર્વે કદિ ન સર્જાએલાં અનેરા દ્રશ્યોનો માહોલ સર્જાયો હતો. સહુએ એકબીજા સાથે પરસ્પર થએલી ભૂલોની માફી અને ઉપકારભાવની અભિવ્યકિતનું આદાન પ્રદાન કર્યુ હતું.
આ અનેરા મહોત્સવમાં પૂજય શ્રી વિવેકમુની મહારાજ સાહેબ તેમજ પૂજય શ્રી ધ્રુવિતાજી મહાસતીજીએ પણ ગુરુની મહિમાનગાન કરતું સુંદર પ્રવચન આપતાં આનંદનું૦ વાતાવરણ સર્જાયું હતું.
પરિવાર પ્રેમના મહોત્સવ સાથે આ અવસરે રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુની મહારાજ સાહેબ આદિ ૧૧ સંતોએ આચાર્ય પૂજય શ્રી ભાવચંદ્રજી સ્વામીને અત્યંત અહોભાવપૂર્વક શાલ ઓઢાડીને આચાર્ય પદની ગરીમા અને વિનયગુણના દર્શન કરાવતાં ઉપસ્થિત વિશાળ સમુદાય અહોભાવિત થયો હતો. એની સાથે સાથે અઠ્ઠમના પારણે અઠ્ઠમના વરસીતપની કઠિન તપશ્ર્ચર્યા કરી રહેલા પૂજય શ્રી બિંદુબાઇ મહાસતીજીની જયકાર કરીને તપની ભાવભીની અનુમોદના પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે શ્રી હિંગવાલા સંઘના શ્રી બીપીનભાઇ સંઘવીએ શ્રી સંઘમાં રાષ્ટ્રસંત પૂજયશ્રીની પ્રેરણાથી થઇ રહેલા સંઘ વિકાસના અનેક નવા આયોજન બદલ રાષ્ટ્રસંતશ્રી પ્રત્યે અત્યંત ઉપકારભાવની અભિવ્યકિત કરી હતી.
પરિવાર પ્રેમના આ પાવન અવસરે શ્રી હિંગવાલા સંઘમાં કુંદનબેન જમનાદાસ ભાયાણી પરિવાર તરફથી માતુશ્રી કુંદન બા ચૌવિહાર ગૃહનું
લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એની સાથે સાથે ઘાટકોપરના નગરસેવક પરાગભાઇ શાહના માતુશ્રી પુજય શ્રી આરાઘ્યાજી મહાસતીજીની
સ્મૃતિમાં શ્રી આરાઘ્યાજી ફાઉન્ડેશન તરફથી દર્દીઓને ઇમરજન્સીમાં હેલ્પફુલ થઇ શકે એવી એમ્બ્યુલન્સનુ: પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વિશેષમાં શ્રી સમસ્ત ઘાટકોપરના સ્થ્ાાનકવાસી જૈન સંઘના દરેક સાધર્મિક ભાવિકો માટે રસ પુરી સાથેના રજવાડી ભોજનનું શ્રી સંઘ સ્વામીવાત્સલ્યનું વિશાળ આયોજન ઉષાબેન અનિલભાઇ ભાયાણી પરીવાર તરફથી કરવામાં આવતાં સાત હજારથી પણ વધારે ભાવિકોએ લાભ લીધો હતો. ભાયાણી પરિવારનું શ્રી હિંગવાલા સંઘના પદાધિકારીઓના હસ્તે ભાવભીનું બહુમાન કરવામાં આવ્યું હતું.