વિજ્ઞાન ગ્રેજયુએટ માટે વિશ્ર્વભરમાં કિલનીકલ રીસર્ચ ક્ષેત્રમાં ૨.૫ લાખ નોકરીઓની વિશાળ તકો
હાલ ભારત સહિત વિશ્ર્વભરમાં સૌથી મોટી સમસ્યા બેકારીની છે. બેકારીની સમસ્યા અંગે થયેલા વિવિધ અભ્યાસોમાં એવું તારણ બહાર આવ્યું છે. કે બેકારીની સમસ્યા અભ્યાસક્રમથી નહી પરંતુ ખોટા અભ્યાસક્રમની પસંદ કરવાથી ઉભી થાય છે. વિદ્યાર્થીઓ યોગ્ય માર્ગદર્શનના અભાવે ખોટા અભ્યાસક્રમની પસંદગી કરતા હોય છે. ક્ષેત્રમાં ડીગ્રી મેળવ્યા સંજોગોવસાત ઓછી રોજગારી હોય તો વિદ્યાર્થીઓને નોકરી મળતી નથી જેથી બેકારીની સમસ્યા ઉત્પન્ન થાય છે.
છેલ્લા થોડા વર્ષોમાં પુષ્કળ રોજગારી આપતા અનેક નવા ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓ માટે તકો ઉભી થઈ છે. આવો જ એક અભ્યાસક્રમ છે કિલનિકલ સંશોધના ક્ષેત્ર આ ક્ષેત્રમાં હાલ વિશ્ર્વભરમાં ૨.૫ લાખ જેટલી નોકરીઓની સંભાવના ઉભી થવા પામી છે.
કિલનીકલ સંશોધન મોટાભાગના વિજ્ઞાન સ્નાતકો માટે સંભવિત કારકીર્દી વિકલ્પ છે. અને તે હવે સુવર્ણ યુગમા પ્રવેશ્યું છે કિલનીકલ રીસર્ચમાં હવે કેવી રીતે રોગોને અટકાવી શકાય, નિદાન અને સારવાર કંઈ રીતે કરી શકાય તે અંગે સીખી શકાય છે. જેથી આ ક્ષેત્ર લોકોનાં સ્વાસ્થ્યને સીધી અસર કરે છે તેમાં વૈજ્ઞાનિક તપાસ, માનવ સહભાગીતા અને દર્દીઓને નવા લાભ આપવા માટે નવા ઉયોમાં લેબ્સમાં કરવામા આવેલા પાયાની સંશોધનના અનુવાદનો સમાવેશ થાય છે. કિલનીકલ સંશોધનનો અભ્યાસ નવી સારવાર અથવા અસ્તિત્વમાના વિકલ્પોનો ઉપયોગ કરવાની પધ્ધતિના ચકાસવાનો એક પ્રયોગ છે. કિલનીકલ સંશોધનનું એકસરટેશન પ્રયોગની સમયરેખા મેળવે છે જેને ફાર્માકો વિજિલન્સ કહેવામાં આવે છે.
યુએસ એફડીએમાં જણાવ્યા મુજબકિલનીકલ સંશોધન ચાર તબકકામાં હાથ ધરવામાં આવે છે. જેમાં પહેલો તબકકો ટ્રાયલનો છે. જેમાં સંશોધકો પહેલી વખત લોકોના નાના જુથ પર પ્રાયોગીક દવા અથવા સારવારની તપાસ કરે છે. સંશોધકો સારવારનું મૂલ્યાંકન કરે છે. સલામતી ડોઝ ચેન્જ નકકી કરે છે. અને આડઅસરોની ઓળખ કરે છે. બીજા તબકકામાં ટ્રાયલજ દરમ્યાન લોકોના મોટા જુથને પ્રાયોગીક દવા અથવા સારવાર આપવામાં આવે છે ક્કેમ તે અસરકારક છે અને સલામતીનું વધુ મૂલ્યાંકન કરે છે. ત્રીજા તબકકાની ટ્રાયલમાં લોકોનાં મોટા જુથોને પ્રાયોગીક અભ્યાસ દવા અથવા સારવાર આપવામા આવે છે. સંશોધકો તેની અસરકારકતાની ખાતરી કરે છે. આડઅસરોની દેખરેખ કરે છે. તેને સામાન્ય રીતે ઉપયોગમાં લેવાયેલા ઉપચારની તુલના કરી ને માહિતી એકત્રીત કરે છે. જે પ્રાયોગીક દવા અથવા સારવારને સલામત રીતે ઉપયોગમાં લેવાની મંજૂરી આપે છે.
ચોથા તબકકામાં માર્કેટીંગ અભ્યાસ જે સારવાર પછી કરવામાં આવે છે. એફડીએ દ્વારા ઉપયોગ જ માટે મંજૂર છે જે સારવાર અથવા ડ્રગના જોખમો, લાભો અને શ્રેષ્ઠ ઉપયોગ સહિત સધારાની માહિતી પ્રદાન કરે છે. તમામ ટ્રાયલ તબકકામા એકત્રીત કરવામાં આવેલા ડેટા કિલનીકલડેટા મેનેજર દ્વારા તેનું વિશ્ર્લેષણ કરવામાં આવે છે. જે ફાર્માસ્યુટીકલ ઉદ્યોગોમાં ઉત્પાદના વિકાસ પર નિર્ણયો લેવાની મુખ્ય ભૂમિકા ભજવે છે ભારત સરકારે તાજેતરમાં જાહેર કર્યું છે કે કિલનીકલ ટ્રાયલ્સને ૩ માસનીંદર મંજૂર કરવામાં આવશે જેથી આ ક્ષેત્રમાં ભારતમાં ૫૦ હજારથી વધુ નોકરીઓનું નિર્માણ થના છે. હાલ વિશ્ર્વભરમાં ૨.૫ લાખ નોકરીઓ આ ક્ષેત્રમા રહેલી છે.