૨૦૦૦ની નોટ બંધ થવાની છે તેવી અફવા બાદ રાજય નાણા મંત્રી સંતોષ ગંગવારે કરી સ્પષ્ટતા
ચિંતા ન કરતા ૨૦૦૦ રૂપીયાની ચલણી નોટ ચાલુ જ રહેશે. એક એવી અફવા ઉડી હતી કે કેન્દ્ર સરકાર ૨૦૦૦ની નોટ ચલણમાંથી પાછી ખેંચી લેશે. પરંતુ આ અફવામાં કોઈ જ તથ્ય નથી. જનતાએ વ્યાધી કરવાની જરૂર નથી કેમકે ચલણમાંથી સૌથી મોટી નોટ પરત ખેંચાવાની નથી.
રાજય નાણામંત્રી સંતોષ ગંગવારે જણાવ્યું હતુ કે ૨૦૦૦ની નોટનું પિન્ટીંગ ઓછુ કરી દેવાયું છે. તે વાત સાચી પરંતુ આ એક અલગ જ મુદો છે.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે ૮ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ કેન્દ્ર સરકારે રાતોરાત ‚પીયા ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટ બંધ કરી દીધી હતી ત્યારે જનતાને ઘણી કઠણાઈનો સામનો કરવો પડયો હતો અને અણસમજમાં લોકોને દોડાદોડી થઈ ગઈ હતી પરંતુ ૨૦૦૦ની નોટ બંધ થવાની છે. તે પાત્રને માત્ર અફવા છે.આ હકિકત નથી.
રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાએ ૨૦૦૦ની નોટની પ્રિન્ટીંગમાં કમી કરી છે તેવા મીડીઆ રીપોર્ટ બાદ એવી અફવા ઉડી હતી કે કેન્દ્ર સરકાર ૫૦૦ અને ૧૦૦૦ની નોટની માફક રાતોરાત ૨૦૦૦ની નોટનું ચલણ પણ બંધ કરી દેશે.
હવે મંત્રી સંતોષ ગંગવરે જાહેર સ્પષ્ટતા કરી દેતા ચિંતામાં મૂકાયેલી જનતાને રાહત થશે.