PM મોદી આજ રોજ નવસારી અને અમદાવાદના પ્રવાસે છે. ચીખલીમાં ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં પીએમ મોદી ઉપસ્થિત થયા હતા. જેમા દક્ષિણ ગુજરાતનાં પાંચ જિલ્લાઓમાં વિવિધ વિકાસ કાર્યોનું હજારો કરોડોના ખાતમુહૂર્ત, ભૂમિપૂજન અન લોકાર્પણ કર્યું છે. જેમાં તેમમે ત્યાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત થયેલા આદિવાસી ભાઇ બહેનોને જોઇને ખુશી વ્યક્ત કરી સાથે તેમણે રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) અને પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની (C R Patil) જોડી દ્વારા કરવામાં આવતા કાર્યોને પણ બીરદાવ્યા.

પીએમ મોદીએ જણાવ્યું કે, ‘પટેલ અને પાટીલની જોડીએ એ કરી બતાવ્યું જે હું ન કરી શક્યો. આજે મને એ વાતનું ગૌરવ છે કે, ગુજરાત છોડ્યા પછી જે લોકોએ ગુજરાતને સંભાળવાની જવાબદારી લીધી અને આજે ભૂપેન્દ્રભાઈ અને સી.આર.પાટીલની જોડી જે ઉમંગ અને ઉત્સાહ સાથે નવો આત્મવિશ્વાસ જગાવી રહી છે, તેનું જ પરિણામ છે કે, મારી સામે 5 લાખ લોકોનો વિશાળ સમૂહ ઉપસ્થિત છે.’ ‘મેં આટલા વર્ષ CM સ્વરૂપે કામ કર્યું પણ ક્યારેય આદિવાસી ક્ષેત્રમાં આટલો મોટો કાર્યક્રમ ન હોતો થયો, આજે 5 લાખ લોકો આવ્યા છે.’

PM મોદીએ કહ્યું કે, ‘ભૂતકાળમાં અહીં આપણે ત્યાં આ જ વિસ્તારના એક એવાં મુખ્યમંત્રી હતાં કે જેમના પોતાના ગામમાં જ પાણીની ટાંકી ન હોતી. હેડપમ્પ લગાવે, એ પણ 12 મહિને સૂકા થઇ જાય એના વાયસર પતી જાય, આ બધાને ખબર છે. પણ હું આવ્યો, મે ગુજરાતમાં જવાબદારી લીધી અને એમના ગામમાં મે ટાંકી બનાવી. એક જમાનો ગુજરાતમાં એવો હતો કે, ગુજરાતના એક મુખ્યમંત્રીએ જામનગરમાં પાણીની એક ટાંકી બનાવી અને તેનું ઉદ્ઘાટન કર્યું હતું. બાદમાં ગુજરાતના છાપામાં પહેલાં પાના પર મોટા ફોટા છપાયા હતા કે મુખ્યમંત્રીએ પાણીની ટાંકીનું ઉદ્ઘાટન કર્યું. એ દિવસો ગુજરાતે જોયા છે. અને આજે મને ગર્વ થાય છે કે, હું આદિવાસી વિસ્તારમાં 3 હજાર કરોડના કાર્યોનું ઉદ્ઘાટન કરું છું.’

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.