બેન્કિંગમાં ઓનલાઈન છેતરપિંડીના અડધો-અડધ કેસોનું પગેરૂ ઝારખંડ જેવા પછાત રાજયના નાનકડા ગામડામાં નીકળે છે !!!
સાયબર ક્રાઈમ અને ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનતા ટોચના ત્રણ દેશોમાં ભારતનો સમાવેશ યો છે. ઓનલાઈન વહીવટો વધવાની સો ગુના પણ વધવા લાગ્યા છે ત્યારે જેમ શારીરિક અને માનસિક ગુનાઓમાં દિલ્હી ક્રાઈમ કેપીટલ ગણાય છે તેમ સાયબર ક્રાઈમનું કેપીટલ કયું હશે તેવો પ્રશ્ર્ન ઉઠે છે. આ પ્રશ્ર્નનો જવાબ નાનકડુ ગામડુ જામતરા છે.
સામાન્ય રીતે ક્રાઈમ કેપીટલ તરીકે ચેન્નઈ, દિલ્હી, મુંબઈ જેવા મેટ્રો શહેરો સન ધરાવતા હશે તેવું માનવામાં આવી શકે પરંતુ જામતરા જેવું નામ કલ્પનામાં પણ ન વિચારી શકાય. આ ગામ ઝારખંડ જેવા પછાત રાજયમાં આવેલુ છે. આ ગામમાંથી દેશમાં તા ૫૦ ટકા સાયબર ક્રાઈમને અંજામ આપવામાં આવે છે.
ઝારખંડના આ નાનકડા ગામના કાળા કારનામાનો ખુલાસો કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગૌબાએ કર્યો છે. તેમના દાવા મુજબ બેંકોમાંથી સાયબર ક્રાઈમના માધ્યમી તી છેતરપિંડીમાં અડધો-અડધ કેસનું પગેરૂ આ ગામમાં નીકળે છે.
ગામમાં સાયબર ક્રાઈમ ઓર્ગેનાઈઝ પધ્ધથિતિ થાય છે. ક્રાઈમ આચરવા પુરતું ફંડીંગ અને ધીરજ આ ગામમાં કેટલાક શખ્સો પાસે છે. તેઓ સાયબર ક્રાઈમ આચરવા લાંબા સમય સુધી સાચા સમયની રાહ જોઈ શકે છે.
મોદી સરકારે દેશની ધુરા સંભાળ્યા બાદ વધુને વધુ ડિજીટલ ટ્રાન્જેકશન ઉપર ભાર આપવામાં આવી રહ્યો છે. લોકોને ઈન્ટરનેટ બેન્કિંગ તરફ વાળવા ઘણા પ્રયાસો યા છે.
ડિજીટલાઈઝેશની ઘણાખરા વહીવટો સરળ અને ઝડપી બન્યા છે પરંતુ આડ અસરના ભાગરૂપે સાયબર ક્રાઈમ પણ વધ્યા છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)ના આંકડાનુસાર ૨૦૧૪માં ૯૬૨૨, ૨૦૧૫માં ૧૧૫૯૨ તા ૨૦૧૬માં ૧૨૩૧૭ સાયબર ક્રાઈમના કેસ નોંધાયા હતા. દર વર્ષે સાયબર ક્રાઈમના કેસની સંખ્યામાં તોતીંગ વધારો તો જોવા મળી રહ્યો છે.