ખાનગી કંપનીમાં દેશની સૌથી વધુ ૩.૮૬ લાખ રોજગારી પૂરી પાડી
સરકારી ખાનગી ક્ષેત્રે અને વિદેશોમાં નોકરી વાંછુકોને નોકરી આપી ઈતિહાસ રચતી કંપની
વિશ્વની મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતની રિટેલ કન્ઝયુમર માર્કેટ અને ઔદ્યોગીક ક્ષેત્ર વિશ્વનાસૌથી મોટા ક્ષેત્ર તરીકે વિકસી રહ્યું છે. ત્યારે ખાનગીક્ષેત્રને તાલીમબધ્ધ અને નિષ્ણાંતકામદારો મળી રહે તેની આવશ્યકતા સ્વાભાવિકપણે ઉભી થાય છે. ત્યારે ખાનગી ઉદ્યોગો અને વેપાર ક્ષેત્રે કર્મચારીઓ પૂરા પાડવાનું કામ સંભાળતી એક કંપની ખાનગી ક્ષેત્રમાં કામદારો પૂરા પાડનારી દેશની સૌથી મોટી પેઢી બનીને ઉભરી રહી છે.
કોઈ બીજીવાર એમેઝોનનો ડિલેવરી એકઝીકયુટીવ કર્મચારીને તમારા વિસ્તારમાં ચાલતા સેમસંગના શોરૂમમાં સેલ્સસર્વીસ વિભાગમાં દેખાય ત્યારે સામાન્ય રીતે તમે આશ્ચર્ય અનુભવો પરંતુ કવેશકોર્પ નામની કંપની દેશમાં ખાનગીક્ષેત્રમાં કર્મચારીઓ પૂરા પાડવામાં સૌથી મોટી કંપની તરીકે ઉભરી રહી છે. તે તમે ભાગ્યે જ સાંભળ્યું હશે ‘કવેશકોર્પ’ એ તાજેતરમાં જ ત્રિમાસીક ઈકાઈલીંગની જાહેરાત કરી હતી. ત્યારે બેંગ્લોરની આ કંપની દેશમાં જાણીતી મોટી કંપનીઓને સ્ટાફ પૂરો પાડવાનો કામ કરતી હોવાની કામગીરી કરતી એક મોટી કંપની તરીકે તમામની નજરે ચઢી છે. આ કંપનીએ ભારતના ખાનગીક્ષેત્રમાં ૩.૩૮ લાખ જેટલા કર્મચારીઓની ભરતી કરાવ્યાના એક રજીસ્ટર ઉભુ કરીને ઈતિહાસ રચ્યો છે.
દેશના અગ્રણી જાહેર સાહસોમાં સૌથી વધુ કર્મચારીઓ ધરાવતા નવસાહસોમાં સરકારી અને ખાનગી ક્ષેત્રમાં પ્રવેશ કોર્પોરેશનનો ચોથો નંબર આવે છે. જાહેર ક્ષેત્રમાં સેમાંથી ૧૩ થી ૧૪ લાખ, રેલવેમાં ૧૩ લાખ પોસ્ટ વિભાગમાં ૪,૫ લાખ કર્મચારીઓ અને ખાનગીક્ષેત્રની પાંચ કંપનીઓમાં અત્યારે અહી જેની ગાથાના ગુણગાન ગવાય છે. તે કવેશકોર્પોરેશન ૩.૮૫ લાખ કર્મચારીઓ માટે રોજગાર દાતા બની છે. ટીસીએસના ૩.૫૬ લાખ વિદેશમાં ૯૦ હજાર કર્મચારી ઈન્ફોશીશના ૨.૪૩ લાખ, રિલાયન્સના ૧.૯૫ લાખ, સ્વીગીએ ૧૮ મહિનામાં પોતાની ક્ષમતામાં ૨ થી૫ લાખનો વધારો કરવાનો દાવો કર્યો છે. આમ અત્યારે કવેશ કોર્પોરેશન ખાનગીક્ષેત્રમાં કર્મચારીઓ પ્રદાન કરવામાં અવ્વલ નંબરે પહોચી છે.
૨૦૧૬થીકાર્યરત કવેશકોર્પોરેશન દર વર્ષે ૩૮%ના દરે વૃધ્ધિ પામે છે. તે ટીસીએસની બરાબર હરિફાઈ કરે છે. ટીસીએસ હજુ ૪.૪૬ લાખના આંકડા થી ૧ નંબર પર છે. પરંતુ આ આંકડામાં ૯૦ હજાર કર્મચારીઓ દરિયાપારના છે. ભારતમાં તેનું કાર્યક્ષમતા ૩.૬ લાખની બતાવવામાં આવે છે. ટીસીએસ જોકે, ભૌગોલીક પરિસ્થિતિ અને જરૂરીયાત મુજબના કર્મચારીઓ પૂરા પાડતી નથી જયારે કવેશકોર્પોરેશન કંપનીની ફિલ્ડ વર્કરની જરૂરીયાત ઓનલાઈન ડિલેવરી અને વ્યપારી સંકુલો વ્યવસાયીક કલસ્ટર અને ઔદ્યોગીક ક્ષેત્રની તમામ જરૂરીયાતો પુરી કરતી હોવાથી કામદારો પૂરા કરતી હોવાથી ઔદ્યોગીક અને વેપાર જગત માટે કવેશ કોર્પોરેશન સૌથી માનીતી બની ગઈ છે. ટીસીએસ અને કવેશ વચ્ચે મોટા તફાવત એ છે કે ટીસીએસ ઈજનેરી કક્ષાના કામદારો પ્રદાન કરે છે. જયારે કવેશ ગ્રેકોલર વર્ક-૩ અને ૪ના કર્મચારીઓ પણ પૂરા પાડે છે. કવેશના કર્મચારીઓ આઉટ સોર્સીંગ સેવાથી ૨૦૦૦ જેટલા કલાયન્ટને સેવાઓ આપે છે.જેમાં સેમસંગ એમેઝોન, રિલાયન્સ, વોડાફોનઈન્ડીયા, બજાજ ફાયનાન્સ અને આઈસીઆરએના અહેવાલ મુજબ સિંગાપૂર જેવા પ્રદેશની બજારોમાં પણ કવેશ ૫૦૦૦ કર્મચારીઓને કામે લગાડયા છે.
વિશ્વમાં ઘણા એવા દેશા છે કે જયાં નોકરીયાતોની સંખ્યા કરતા ઓછી વસ્તી હોય કંપનીનાં સીઈઓ સુરજ મોરાજયએ જણાવ્યુંહતુ કે કવેશકોર્પો. જુથ ભારતીયો માટે રોજગારીની એક નવી દુનિયા ઉભી કરી રહ્યું છે. જયારે ઓટોમોબાઈલ, ટેલીકોમ, એફએમસીજી અને આઈટીક્ષેત્ર કેટલીક પડકારરૂપ સમસ્યાથી ઘેરાયને મુશ્કેલી અનુભવે છે. તેવા સમય સંજોગોમાં અર્થ વ્યવસ્થાને સ્વાવલંબી રાખવા માટે કવેશ કોર્પો. ખૂબજ સારૂ પરફોર્મન્સ આપી રહી છે.
કવેશ કોર્પોરેશન ભારતની વધતી જતી વસ્તી સાથે વિવિધ ક્ષેત્રમાં રોજગારીની તકોને શોધી શોધીને યોગ્ય યુવાનોને રોજગારી આપવાનું માધ્યમ બન્યું છે. અત્યારે કવેશ કોર્પોરેશન વિવિધ ક્ષેત્રમાં ૩.૮૫ લાખ યુવાનોને કામે લગાડીને નંબર ૧ એમ્પલોય પ્રોવાઈડર કંપની બની છે.