ભારત–પાકિસ્તાન વચ્ચેના સબંધો સુમેળભર્યા બને તે માટે બન્ને દેશોના વડાઓના પ્રયાસ.
ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં ભરતી ઓટ અવાર નવાર જોવા મળે છે. ઘણા સમયી સીઝ ફાયર ભંગ સહિતના મુદ્દે બન્ને દેશો વચ્ચે તંગદીલી છે. જો કે, હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સુમેળભર્યા બને તેવી શકયતા છે.
હાલ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ બાજવા ભારત સો શાંતિપૂર્ણ સંબંધો ઈચ્છી રહ્યાં છે. જેના માટે બન્ને દેશોના સૈન્ય વચ્ચે સારા સંબંધો સ્પાય તેવા પ્રયાસો કરવામાં આવે છે.
તાજેતરમાં જ ભારતીય સૈન્યના સંજય વિશ્વાસ રાવને જનરલ બાજવાએ આમંત્રણ પાઠવ્યું હતું અને શાંતિ મુદ્દે ચર્ચા થઈ હતી.
સપ્ટેમ્બર મહિનામાં રશિયા ખાતે ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીનના સૈન્યની સંયુકત લશ્કરી કવાયત થશે. જેના માધ્યમી એકબીજાના શત્રુ ગણાતા ત્રણેય દેશો વચ્ચે શાંતિ સપવામાં મદદ મળશે.
હાલ વિશ્ર્વમાં બન્ને કોરીયાઈ દેશો વચ્ચેના સમાધાની શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. ચીન અને ભારત વચ્ચે પણ સબંધોમાં તનાવ ઓછો યો છે. જેના પરિણામે વિશ્વને શાંતિ માટેની આશા જાગી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં પણ તંગદીલી ન રહે તે માટે વેશ્વિક ધરી પર પ્રયાસો થઈ રહ્યાં છે.
રશિયામાં આયોજીત સાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગનાઈઝેશનની સૈન્ય કવાયતમાં અન્ય દેશો પણ ભાગ લેવાના છે. જમ્મુ-કાશ્મીરમાં અવાર નવાર સીઝ ફાયરના ભંગના પગલે કળતી પરિસ્થિતિને ફરીથી સુમેળભરી કરવા માટે પ્રયાસો ચાલી રહ્યાં છે.
ભારત અને પાકિસ્તાનના સૈન્ય વચ્ચે સુમેળભર્યા સબંધોની વાત સરકારો કરી રહી છે. તાજેતરમાં જ પાકિસ્તાને ૨૬/૧૧ મુંબઈ હુમલાના આરોપીઓને ઝડપી સજા કરાવવા માટેનું પગલુ પણ લીધુ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com