ડિઝિટલ નહીં ટીવીનો જમાનો આવ્યો

રામાયણ, મહાભારત, વ્યોમેશ બક્ષી સિરિયલ લોકો માટે અત્યંત મનોરંજક બની

હાલ જે રીતે કોરોનાનાં કહેર વચ્ચે લોકડાઉન સમગ્ર દેશમાં જયારે જોવા મળી રહ્યું છે ત્યારે પ્રસારણ કરતી તમામ ચેનલો જે રીતે લોકોને કન્ટેન્ટ આપી રહ્યું છે તેમાં દુરદર્શનનાં સમાચારોની વિશ્વસનીયતા અનેકગણી વધી છે. સાથોસાથ એક સમયમાં ડિજિટલ પોતાનો પગદંડો જમાવે તેવું લાગતું હતું પરંતુ હવે ડિજિટલ નહીં પરંતુ ટીવીનો જમાનો આવ્યો છે. આ સમયગાળા દરમિયાન દુરદર્શન દ્વારા જે રીતે રામાયણ, મહાભારત, વ્યોમકેશ બક્ષી અને શકિતમાન જેવી સીરીયલોનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે તેનાથી લોકોમાં એક અલગ જ પ્રકારે મનોરંજનનું માધ્યમ મળ્યું હોય તેમ લાગે છે. આ લોકડાઉનમાં ભારતીયો ટીવી જોઈને તેનો વધારાનો સમય પસાર કરે છે તેમાં ૩, એપ્રિલ થી અત્યાર સુધી ભારતીયોએ ૧.૨૭ ટ્રિલીયન મિનિટો ટીવી પર જોઈ છે. આ સમયગાળા દરમિયાન ડિજિટલ મીડિયાની સરખામણીમાં ટીવી જોનાર લોકોમાં ૪૩ ટકાનો વધારો માત્ર ૧૩ અઠવાડિયામાં જ જોવા મળ્યો છે. સરેરાશ પ્રતિ દિવસ ટીવી જોનાર લોકોની સંખ્યામાં ૧૨ ટકાનો વધારો નોંધાયો છે જે પહેલા ૫૬૦ મિલીયન લોકો હતા તે હવે ૬૨૭ મિલીયન લોકો સુધી પહોંચયા છે. પ્રતિ એક વ્યકિત ટીવી જોવામાં ૪ કલાક અને ૪૮ મિનિટ જેટલો સમય પસાર કરે છે જે પહેલા ૩ કલાક અને ૪૬ મિનિટ જેટલો સમય વિતાવતા હતા.

પહેલાના સમયમાં ટીવી જોનાર લોકો માત્ર એક જ ચેનલ કે જે તેમની મનગમતી હોય તે જોતા હતા પરંતુ હવે તેઓ આ સમયગાળા દરમિયાન ૨૩ થી વધુ ચેનલો સરેરાશ બદલાવતા નજરે પડયા છે ત્યારે સાંજે ૭ થી રાત્રીના ૧૧ વાગ્યા સુધી પ્રાઈમ ટાઈમ વ્યુવરની સંખ્યામાં ૧૧ ટકાનો વધારો નોંધાયો છે. એવી જ રીતે આ લોકડાઉનમાં લોકો વહેલી સવારનાં ૨ વાગ્યા સુધી ટીવી જોતા હોવાનું પણ સામે આવ્યું છે અને અરલી મોર્નીંગમાં ૪ થી ૬ દરમિયાન પણ ટીવી જોઈ રહ્યા હોય તેવું રીપોર્ટમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. ગત બે અઠવાડિયામાં રમત-ગમતની ચેનલ જોનાર લોકોમાં અનેકઅંશે ઘટાડો જોવા મળ્યો છે. હાલ કોરોનાનાં પગલે લોકો સમાચાર જોવાનું વધુ પસંદ કરતા હોય છે ત્યારે જે દુરદર્શનનુ વ્યુવરશીપ ઘટી હતી તે હવે સરેરાશ વધી ગઈ છે અને લોકો જે દુરદર્શન જોઈ રહ્યા છે તેમના માટે દુરદર્શનમાં આવતા સમાચારોની વિશ્ર્વસનીયતામાં પણ અનેકગણો વધારો નોંધાયો છે. દુરદર્શન હાલ તેમની પ્રસારણ કરાતી જુની સિરીયલો જેવી કે રામાયણ, મહાભારત, વ્યોમકેશ બક્ષી અને શકિતમાનને ફરી ટેલીકાસ્ટ કરતા જોનારા લોકોની સંખ્યામાં પણ અનેકગણો વધારો થયો છે. સવારનાં ૯ થી ૧૦:૩૦ એટલે કે દોઢ કલાક દરમિયાન ડી.ડી. નેશનલ ચેનલ જોનારાઓની સંખ્યા અન્ય એન્ટરટેન્મેન્ટ ચેનલો કરતા ઘણાખરા અંશે વધી છે એવી જ રીતે રાત્રીના ૯ થી ૧૦:૩૦ કલાક દરમિયાન જે રામાયણ સિરીયલ દેખાડવામાં આવે છે તેમાં પણ અનેકગણો વધારો વ્યુવર્સોમાં જોવા મળ્યો છે. આંકડાકિય માહિતી મુજબ સવારનાં ડી.ડી. નેશનલના સ્લોટમાં ૩૯૦ ગણો વધારો થયો છે એવી જ રીતે રાત્રીનાં દોઢ કલાકનાં સ્લોટમાં ૪૫૦ ગણો વધારો જોવાવાળા વર્ગમાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.