વિશ્ર્વભરના દેશોના લોકો પર ૧૯૮૦ થી ૨૦૧૫ સુધી હાથ ધરેલ સર્વેનું તારણ
દેશભરમાં બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા હોવાના સમાચારો વારંવાર જોવા મળે છે. તેની વચ્ચે એક સર્વેક્ષણમાં બાળકોની મેદસ્વીતામાં ભારત વિશ્ર્વમાં બીજા ક્રમે હોવાનું ચોકાવનારું તારણ આપ્યું છે.
મેદસ્વીતા માટેનો આ સર્વેમાં ભારતના ૧૪.૪ મિલીયન બાળકો વધારે વજનવાળા નોંધાવ્યા છે. આ આંકમાં ચીન પછી ભારતનો બીજો ક્રમ નોંધાયો છે. વિશ્ર્વભરના ૨ બિલીયનથી વધારે બાળકો અને મોટાઓ આ પ્રકારના હેલ્થ પ્રોબલેમનો સામનો કરી રહ્યા છે. હજુ પણ આ આંક ઉંચો જવાની સંભાવના છે. સંશોધકો જણાવે છે કે ૪ મિલીયન લોકોના ૨૦૧૫માં થયેલ મોત પાછળ શરીરનું વજન જવાબદાર છે. જેમાના ૪૦ ટકા લોકોનો બોડી માસ ઈન્ડેકસ (બીએમઆઈ) નીચો જઈ રહ્યો હોવાનું ‘ઓબેસિટી’ સુચવે છે. પબ્લિક હેલ્થ ક્રાઈસિસમાં ઓબેસિટીથી પીડાતા લોકો પર હાથ ધરાયેલ સર્વેને ‘ ધ ન્યુ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડીસીન’માં છપાયો છે. જેમાં ૨૦ ખ્યાતનામ દેશોના વધારે વજન ધરાવતા બાળકો તેમજ યુવાનોમાં અમેરિકામાં ૧૩ ટકા જોવા મળ્યા છે તો ઈજિપ્તમાં ૩૫ ટકા સૌથી વધુ નોંધાયા છે. જયારે બાંગ્લાદેશ અને વિએટનામમાં સૌથી ઓછી ટકાવારી ૧ ટકા જેટલી નોંધાય છે. ચાઈનામાં ૧૫.૩ મિલીયન જયારે ભારતમાં ૧૪.૪ મિલીયન બાળકો ઓબેસિટી ધરાવતા હોવાનું નોંધાયું છે. અગાઉ ૨૦૧૫માં અમેરિકામાં ૭૯.૪ મિલીયન અને ચાઈનામાં ૫૭.૩ મિલીયનની સંખ્યા યુવાનોમાં જોવા મળી હતી. વજનમાં થઈ રહેલ સતત વધારો દ્વારા કાર્ડીયોવાસ્કયુલર રોગો, ડાયાબિટીસ, કેન્સર અને અન્ય લાંબાગાળાના રોગો વધવાની સંભાવના છે એવુ યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના ક્રિસ્ટોફર મરી દ્વારા જણાવવામાં આવ્યું છે. આ અભ્યાસ ૧૯૫ દેશોના કેન્દ્ર શાસિત વિસ્તારોમાં ૧૯૮૦ થી ૨૦૧૫ સુધી હાથ ધરવામાં આવ્યો હતો. આ અભ્યાસ દ્વારા વધારે વજન દ્વારા બોડી માઈન્ડ ઈન્ડેક્ષ સરેરાશ વજન અને કાર્યક્ષમતા વચ્ચે વધી રહ્યો હોવાનું અને તેના કારણે ઓશાફોગશ કેન્સર, કોલોન, રેકટમ, લીવર, ગેલબ્લેડર, પેન્ક્રીયાસ, બ્રેસ્ટ, યુટ્રસ, કિડની અને થાઈરોડ તથા લ્યુકેમિયા જેવી બિમારીઓ નોંધવામાં આવી હતી. જેમાં ૨.૨ મીલીયન બાળકો અને યુવાનોને વિશ્ર્વસ્તરે આવરી લેવાયા હતા. જેમાં કુલ સર્વે ૩૦ ટકા લોકોમાં મેદસ્વિતા જવાબદાર ગણાય છે.