ગુજરાતમાં આ વખતે બે જ મુખ્યપક્ષ ભાજપ અને ‘આપ’
વિધાનસભાની આ વખતની ચુંટણીમાં માત્ર આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ટકકર જામશે, કોંગ્રેસની હવે મુખ્ય પક્ષોમાંથી બાદ બાકી થઇ ગઇ છે, તેમ આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરવાલે અમદાવાદ ખાતે પત્રકારોને જણાવ્યું હતું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જામતો જાય છે, વિધાનસભાની 2017 ની ચૂંટણીમાં મુખ્ય બે પક્ષ ભાજપ અને કોંગ્રેસ જ હતા.ભાજપાને કુલ મતના 49.1 ટકા મત મળ્યા હતા., 2012ની સરખામણીમાં ભાજપને 1.25 ટકા વધારે મળ્યા હતા. તેની સામે કોંગ્રેસને 41.5 ટકા મત મળ્યા હતા. 2012 ની સરખામણીમાં 2.57 ટકા વધુ મળ્યા હતા.
અરવિંદ કેજરીવાલે પત્રકારો સમક્ષ એવી આશા વ્યકત કરી હતી કે આ વખતે કોંગ્રેસને મળતી મતની ટકાવારીમાં 13 ટકા ઘટાડો થશે. ગુજરાતમાં કોંગ્રેસનું ભંગાણ છેલ્લા કેટલાક સમયથી થતું જાય છે, કોંગ્રેસને દઢ સમર્થન આપતા મતદારો તેના મતને નકામો જવા દેશ નહીં. આવા મતદારોનો મત પણ ‘આપ’ ને આપે તેવી શકયતા કેજરીવાલે વ્યકત કરી હતી.