મોદી સરકારની ‘મેઈક-ઈન ઈન્ડિયા’ને પ્રોત્સાહન આપવાની નીતિના કારણે સંરક્ષણ સાધનોના ઉત્પાદનમાં ખાનગી કંપનીઓને છૂટછાટ આપવામા આવી છે, જેથી ટુંક સમયમાં સંરક્ષણ ક્ષેત્રે ભારત સ્વનિર્ભર થવાની સાથે અનેક દેશોમાં સંરક્ષણ સાધનોની મોટાપાયે નિકાસ પણ કરે તેવો સંરક્ષણ સચિવનો મત

એક સમય હતો કે આપણો દેશ ભારત પોતાની સુરક્ષા માટે વિદેશોમાંથી દર વર્ષે ખરબો રૂ.ના શસ્ત્ર સરંજામની ખરીદી કરતુ હતુ. પરંતુ છેલ્લા થોડા સમયથી મોદી સરકારની ‘મેઈક ઈન ઈન્ડીયા’ની નીતિના કારણે સંરક્ષણ ક્ષેત્રમાં ભારત ધીમેધીમે સ્વનિર્ભર બની રહ્યો છે. એટલું જ નહી હવે અનેક નાના દેશોને શસ્ત્ર સરંજામ વેંચી પણ રહ્યું છે. ચાલુ નાણાંકીય વર્ષનાં અંતમાં ભારતની સંરક્ષણ નિકાસ રૂ.૧૦ હજાર કરોડ થવાની સંભાવના છે. જેથી રાજકોટ જેવા રાજયના અને શહેરોના ઉદ્યોગકારો માટે સંરક્ષણ સાધનો બનાવવા માટે નવી વિસ્તૃત તકો ઉભી થશે.

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની નવમી આવૃત્તિમાં ગઈકાલે યોજાયેલા એક સેમિનારમાં ‘ગુજરાતમાં સંરક્ષણ અને એટોનોટિકસમાં તકો’ વિષય પર સંબોધન કરતા સંરક્ષણ સચિવ અજયકુમારે જણાવ્યું હતુ કે છેલ્લા ત્રણ વર્ષમાં ભારતીય ઉદ્યોગ સંરક્ષણ ક્ષેત્રમાં બમણી કરી રહ્યું છે. ત્રણ વર્ષ પહેલા ભારતમાંથી સંરક્ષણ સાધનોની નિકાસ ફકત રૂ.૧,૫૦૦ કરોડની હતી ગયા વર્ષે આ નિકાસ રૂ.૪૫૦૦ કરોડની થઈ હતી. પરંતુ સંરક્ષણ સાધનો બનાવવામાં તકોને પારખીને ભારતીય ઉદ્યોગકારોએ તેના ઉત્પાદનમાં મોયાપાયે ઝંપલાવતા ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૭૫૦૦ કરોડ રૂ.નું નિકાસ કયુ છે. અને માર્ચ માસના અંત સુધીમાં અમે ૧૦ હજાર કરોડ રૂ.ના નિકાસનું લક્ષ્ય રાખ્યું છે.

મોદી સરકારનો ભારતીય ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની મેઈક ઈન ઈન્ડીયા સહિતની યોજનાના કારણે છેલ્લા બે વર્ષમાં શસ્ત્ર સરંજામ બનાવવામાં ખાનગી કંપનીઓએ મોટા પ્રમાણ રસ દાખવીને ઉત્પાદન શરૂ કર્યું છે. જેથી સંરક્ષણ નિકાસમાં આ વૃધ્ધિ શકય બની છે.તેમ જણાવીને કુમારે ઉમેર્યું હતુ કે સરકારે જે સુધારા કર્યા છે. તેનાથી સંરક્ષણ ક્ષેત્રમાં શસ્ત્ર સરંજામનું ઉત્પાદન કરવાની ખાનગી કંપનીઓને આપેલી છૂટ છે. આ માટે સરકારે બે તૃતીયાંસ વસ્તુઓને લાયસન્સ ફ્રી બનાવી છે. ખાસ કરીને કમ્પોન્ટ સાઈટ જેની, ભરતમાં સંરક્ષણ ક્ષેત્રનાં ઉત્પાદનમાં ભારે વધારો થવા પામ્યો છે.

હાલની સરકારનો પ્રયાસ સ્ટાર્ટઅપ અને સંરક્ષણ દળો વચ્ચે પૂલ બનવાનો છે. સંરક્ષણ વિભાગમાં ઉત્પાદનનું કામ કરતા ઉદ્યોગો માટે સૌથી મોટો પડકાર તંત્રની અસ્પષ્ટ નીતિ હતી. તેમ જણાવીને કુમારે ઉમેર્યું હતુ કે આ ક્ષેત્રનાં ઉદ્યોગો માટે વધારે ખૂલ્લાપણાનો વધુ માહિતી શેર કરવાની ઈચ્છા, સહકાર અને એકબીજા સાથે કામ કરવાની ઈચ્છાનું વાતાવરણ અતિ જરૂરી છે. જે વર્તમાન સરકાર પૂરૂ પાડી રહી છે. તેમ જણાવીને કુમારે ઉમેર્યું હતુ કે સંરક્ષણ રોકાણકાર સેલ, સરકાર દ્વારા બનાવવામાં આવેલ ઓનલાઈન સેલ, માહિતી મેળવવા, મુદાઓ સમજવા માટેની માર્ગદર્શિકા વગેરે પર છેલ્લા ૧૦ માસથી સરકાર દ્વારા કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેનાથી સંરક્ષણ ક્ષેત્રના ઉત્પાદનમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે વિશાળ તકો ઉભી થનારી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સંરક્ષણા સાધનોના ઉત્પાદનમાં ખાનગી નાની મોટી કંપનીઓને છૂટછાટ આપવાથી રાજકોટ સહિત રાજયના આ ક્ષેત્રનાં ઉદ્યોગકારો માટે નવી વિશાળ તકો ઉભી થવાની સંભાવના છે. ખાનગી કંપનીઓ શસ્ત્ર સરંજામના ઉત્પાદનમાં ઝંપલાવે તો ભારત સંરક્ષણ ક્ષેત્રમાં સ્વનિર્ભર થવાની સાથે દુનિયાભરનાં નાના મોટા દેશોમાં સંરક્ષણ ઉત્પાદનોનું નિકાસ પણ કરી શકશે તેવી સંભાવના સંરક્ષણ નિષ્ણાંતો માની રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.