પ્રથમ ઈનિંગમાં નીચો સ્કોર ઈંગ્લેન્ડને મેચ બચાવવામાં ભારે પડી જશે !!

અમદાવાદમાં આજથી ચોથી અને અંતિમ ટેસ્ટનો ઇંગ્લેન્ડ-ભારત વચ્ચે પ્રારંભ થયો છે. ત્યારે માનસિક રીતે પડી ભાંગેલી ટીમ ઇંગ્લેન્ડ માટે મેચ બચાવવો અતિ કઠિન બની જાય તેવું લાગી રહ્યું છે. ઇંગ્લેન્ડ ટીમ માટે પિચ કોઈ માન્ય નહીં રાખે પરંતુ ટીમની નબળા આત્મવિશ્વાસને કારણે મેચ ગુમાવવો પડે તેવી સ્થિતિ નિર્માણધીન થઈ છે.  અક્ષર પટેલનો જાદુ ફરીવાર છવાયો છે. ઇંગ્લેન્ડના બંને ઓપનિંગ બેસ્ટમેનોને અક્ષર પટેલે નીચા સ્કોરે આઉટ કરી દીધા હતા. હવે ભારત માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો તાજ નિશ્ચિત હોય તેવું પણ લાગી રહ્યું છે. અંતિમ મેચ પણ પાંચમા દિવસે નહીં જાય, ટેસ્ટ ત્રીજા-ચોથા દિવસે જ ભારત જીતી લે તેવું પણ હાલના તબક્કે લાગી રહ્યું છે. ચાના વિરામ સુધીમાં ઈંગ્લેન્ડની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી અને 144 રને 5 વિકેટ ગુમાવી હાલ ઈંગ્લેન્ડ સંઘર્ષ કરી રહ્યું છે.

ઇંગ્લેન્ડના બેટ્સમેનોની વાત કરીએ તો તેઓ માનસિક રીતે પડી ભાંગ્યા છે. કારણ કે, અક્ષર પટેલની બોલિંગમાં તેઓ સ્પિન રમવા કોશિશ કરે છે પરંતુ અક્ષર પટેલના બોલ મોટાભાગે સીધા જાય છે જેથી ઇંગ્લેન્ડના બેટ્સમેનો એલબીડબ્લ્યુ અથવા તો ક્લીન બોલ્ડ થઈ જાય છે. ઇંગ્લેન્ડના બેટ્સમેનોને અક્ષર પટેલની બોલિંગ સમજવી અઘરી સાબિત થઈ રહી છે.

ઇંગ્લેન્ડે ભારત સામે ચાર ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચમાં અમદાવાદ ખાતે ટોસ જીતીને બેટિંગ લીધી છે. હાલ 4 ટેસ્ટની સીરીઝમાં ભારત 2-1થી આગળ છે. અહીં મેચ ડે-નાઈટ ટેસ્ટની જેમ લાલ માટીના ટર્નિંગ પિચ પર રમાઈ શકે છે. ભારતીય ટીમની પ્લેઈંગ-11માં જસપ્રીત બુમરાહની જગ્યા ઉમેશ યાદવ કે મોહમ્મદ સિરાજને મળી શકે છે. જો રૂટે ટોસ જીતીને કહ્યું કે, અમારે પ્રથમ દાવમાં મોટો સ્કોર કરીને ટોસ જીત્યા એનો ફાયદો ઉઠાવવો પડશે. કારણકે બોલ બહુ જલ્દી સ્પિન થશે.

અક્ષર પટેલની સ્પિન બોલમાં સિબલે ટર્ન માટે રમ્યો હતો પરંતુ બોલ એંગલ સાથે સીધો ગયો હતો. સિબલેના ફોરવર્ડ ડિફેન્સમાં બોલ ઇનસાઈડ એજ થકી સ્ટમ્પને અડયો હતો.અક્ષરની બોલિંગમાં ઓવર અગ્રેસીવ એપ્રોચ ઝેક ક્રોલેને ભારે પડ્યો. ગુજ્જુ બોયની બોલિંગમાં મોટો શોટ રમવા જતાં તે મિડ ઓફ પર સિરાજના હાથે કેચ આઉટ થયો. ક્રોલેએ 30 બોલમાં 1 ફોરની મદદથી 9 રન કર્યા હતા. અક્ષર સામે ઇંગ્લિશ બેટ્સમેન ફરી ઘૂંટણીએ પડ્યા હતા તેવું લાગી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પટેલે ફક્ત 11 બોલમાં  બંને ઓપનરને પેવેલિયન ભેગા કર્યા.આ લખાય રહ્યું છે ત્યારે ચાના વિરામ સુધીમાં ઈંગ્લેન્ડની ટીમે 5 વિકેટ ગુમાવી દીધી છે અને 144 રન બનાવ્યા છે. અક્ષર પટેલે 2 વિકેટ ઝડપી છે. જયારે જસપ્રીત બુમરાહના સ્થાને ટીમમાં સમાવાયેલા મહમદ સિરાજે પણ 2 વિકેટો ઝડપી છે. વોશિંગ્ટન સુંદર એક વિકેટ લેવામાં સફળ રહ્યો છે. અક્ષર પટેલની બોલિંગ સામે ઈંગ્લેન્ડના બેટસમેનો રિતસર બ્રેક ડાન્સ કરી રહ્યા છે. ચોથો ટેસ્ટ જીતી ભારત વટભેર ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઈનલમાં પ્રવેશ કરે તે નિશ્ર્ચિત થઈ ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.