ફૂટબોલ સ્ટાર મેસીને પણ પાછળ છોડી સુનિલ છેત્રીએ ૬૭ ગોલ બનાવ્યા

વિશ્વના કોઇપણ ખુણે ભારતીઓનો દબદબો રહ્યો છે. ભારતમાં ભલે ફિફા  વર્લ્ડ કપ ન રમાતા હોય, પણ જાણીને આશ્ચર્ય થશે કે આંતરરાષ્ટ્રી ફૂટબોલમાં સૌથી વધુ ગોલ કરનાર પણ ભારતીય ખેલાડી જ છે. સુપર સ્ટાર સ્ટ્રાઇકર સુનિલ છેત્રીએ બે ગોલ ફટકારવાની સાથે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ ગોલ ફટકારવામાં મેસીને પણ પાછળ રાખી ભારતે ૪-૧ થી થાઇલેન્ડને હરાવી એશિયન કપમાં જબરદસ્ત પ્રવેશ કર્યો છે. અત્યાર સુધીમાં ૬૫ ગોલ સાથે ઇન્ટરનેશનલ ફુટબોલમાં મેસી સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી હતો. ત્યારે મુળ ભારતીય સુનિલ છેત્રીએ ૬૭ ગોલ સાથે મેસીને પણ પાછળ મૂકી દીધો છે.

એએફસી એશિયન કપમાં ભારતે ઇતિહાસ રચ્યો છે. સુનિલની સાથે ભારતના અનિરુઘ્ધ થાપા અને જેજે લાલ્પેખ્લુઆએ પણ ગોલ પોતાના નામે નોંધાવ્યા હતા. ૧૯૬૪ બાો પ્રથમ વખત ભારતે એશિયન કપ હાંસીલ કર્યો આ ઐતિહાસિક જીત સાથે છેત્રીની સિઘ્ધીને પણ લોકો હંમેશા યાદ રાખશે. એશિયન કપના ઇતિહાસમાં માત્ર ચોથી વખત રમી રહેલા ભારતે પપ વર્ષના પહેલી વખત જીત મેળવી આ પછી ભારત

૧૯૮૪ અને ૨૦૧૧ માં એશિયન કપમાં કવોલિફાય થયું હતું. પણ તે એશિયન કપમાં ભારત એક પણ મેચ જીતી શકયું ન હતું. અગાઉ યજમાન અને બહેરિન વચ્ચેની મેચ ૧-૧ થી ડ્રો થઇ હતી. જેને કારણે ભારત ટોપ ઉપર પહોચ્યું હતું.

હવે ભારત તેની ત્રીજી અને આખરી લીગ મેચમાં ૧૪મી જાન્યુઆરીએ ટકરાશે હવે છેત્રીથી આગળ માત્ર પોટયુગલનો સુપરસ્ટાર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો જ છે જેને આંતરરાષ્ટ્રીય ફૂટબોલ મેચમાં ૧૫૪ મેચોમાં ૮૫ જેટલા ગોલ કર્યા હોય, છેત્રીએ પોતાની સિઘ્ધિ બાદ કહ્યું હતું કે મેચ ખરેખર મુશ્કેલ બને છે કારણ કે ફુટબોલના વિશ્વમાં ઘણા અનુભવી અને સારા ખેલાડીઓ છે ભારત પાસે ખાસ ટેકનીકલ ટીમ નથી. છતાં આપણે જીત હાંસીલ કરવામાં અક્ષમ રહ્યા એ જ સિઘ્ધી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.