“આંખ વીંધી નાખ” અર્જુનને યોગરાજસિંહની શીખ !!!

અર્જુન માટે સચિને યોગરાજસિંહને ગુરુ દ્રોણ બનવા આજીજી કરી: હીરાને પારખવામાં મુંબઈની ટીમ થાપ ખાઈ ગઈ અફસોસ રહેશે !!!

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હાલ અનેક નવા ખેલાડીઓ પરદાર્પણ કરી રહ્યા છે. ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે જે નવા ખેલાડીઓ છે તેમને યોગ્ય પ્રશિક્ષણ મળતું રહે માટે તેઓ સારા ખેલાડી તરીકે ઉભરી આવે. હાલ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે બેવડી ફટકારી હતી અને તેડબાદ તે લાઈન લાઈટમાં આવી ગયો છે. ત્યારે યુવરાજસિંહના પિતા યોગરાજસિંહ અર્જુન તેંડુલકરને અનેકવિધ સલાહો પણ આપી છે અને જણાવ્યું છે કે અર્જુન તેંડુલકર આવનારા સમયમાં વિશ્વનો એક સારો ઓલરાઉન્ડર બનશે. નહીં યોગરાજ સિંહે અર્જુનને અનેકવિધ ક્રિકેટ લક્ષી શીખ પણ આપી છે જેના માટે સચિન તેંડુલક કરે યોગરાજસિંહ ને અર્જુન માટે ગુરુ દ્રોણ બનવા  આજીજી કરી હતી.

યોગરાજ સિંહ ની વાત કરવામાં આવે તો તે 1980- 81 માં કપિલદેવ સાથે રમતા હતા અને ભારતીય ટીમના ફાસ્ટ બોલર તરીકે તેમની નામના હતી પરંતુ સંજોગો વંશ તેવો વધુ સમય ટીમ સાથે જોડાયા ન હતા. પરંતુ તેમના કડક વલણ અને પ્રશિક્ષણ કળાને તેઓએ તેમના પુત્ર એટલે કે યુવરાજસિંહમાં આપી હતી અને પરિણામે ભારતીય ક્રિકેટ ટીમને યુવરાજસિંહ નામે એક વિસ્ફોટક બેટ્સમેન પણ મળ્યો હતો. અર્જુન તેંડુલકરની વાત કરવામાં આવે તો મુંબઈની ટીમ હીરાને પારખવામાં ઓની ઉતરી હતી અને અંતે તે ગોવા તરફથી રમ્યો હતો અને પોતાના પ્રથમ રણજી મેચમાં જ બેવડી ફટકારી દીધી હતી અને આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

અર્જુન તેંડુલકરની પ્રથમ કક્ષાના ક્રિકેટમાં પર્દાપણમાં જ સદી બાદ યુવરાજસિંહના પિતા અને પૂર્વ ક્રિકેટર યોગરાજસિંહ પણ સચિનના પુત્ર અર્જુન તેંડુલકરને જ ટ્રેનીંગ આપી હતી અને લોકોનું કહેવું છે કે ટ્રેનીંગમાં યોગરાજસિંહે આપેલી સલાહ અર્જુન તેંડુલકરને રણજી ટ્રોફીના ડેબ્યુ મેચમાં કામ આવી હતી. અર્જુન તેંડુલકર રણજી ટ્રોફીમાં ગોવા તરફથી રમી રહ્યો છે. તેણે રાજથાન વિરુદ્ધ પોતાના પ્રથમ રણજી મેચમાં જ સદી ફટકારી દીધી હતી. અર્જુને 120 રન બનાવ્યા હતા. આ કારનામો તેણે પિતા સચિન તેંડુલકરના 34 વર્ષ પહેલા રેકોર્ડની બરોબરી કરી હતી. સચિને પણ ગુજરાત સામે પોતાના પ્રથમ રણજી મેચમાં સદી ફટકારી હતી.

યોગરાજસિંહે કહ્યું કે સપ્ટેમ્બરમાં યુવરાજસિંહનો મને ફોન આવ્યો હતો અને મને કહ્યું હતું કે અર્જુન બે સપ્તાહ માટે ચંડીગઢમાં રહેશે અને સચિને રીક્વેસ્ટ કરી છે કે તમારે તેને ટ્રેનીંગ આપવાની છે. હું સચિનને ના કેવી રીતે બોલી શકું. યોગરાજસિંહે કહ્યું કે સચિન તો મારા મોટા દીકરા જેવો છે પરંતુ મારા ટ્રેનીંગનો એક અલગ જ અંદાજ છે એટલે મેં અર્જુનને કહી દીધું હતું કે આગળના પંદર દિવસ સુધી તું ભૂલી જા કે તું સચિન તેંડુલકરનો પુત્ર છો. યોગરાજસિંહેને કડક કોચ માનવામાં આવે છે અને તે ભારત માટે 1981માં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ એક ટેસ્ટ મેચ રમ્યા છે અને 6 વનડે પણ રમી ચુક્યા છે. ટેસ્ટમાં 10 રન અને વનડેમાં બોલર તરીકે 4 વિકેટ લીધી છે.

ભારતના પ્રથમ કક્ષાના ક્રિકેટની વાત કરીએ તો તેણે 30 મેચમાં 66 વિકેટ લીધી છે.યોગરાજસિંહ જણાવ્યું હતું કે જ્યારે અર્જુન તેમની પાસે ટ્રેનિંગ લેવા આવ્યો ત્યારે તેને સર્વ પ્રથમ સ્ટેડિયમના 10 રાઉન્ડ મારવા જણાવ્યું હતું અને ત્યારબાદ તેને નેટમાં બોલિંગ કરવાનું કહ્યું હતું પરંતુ તેની બોલિંગમાં થોડો ફેર જોવા મળ્યો હતો જે અંગે તેને પ્રશિક્ષણ પણ આપવામાં આવ્યું હતું. વધુમાં તેઓ જણાવ્યું હતું કે બેટિંગમાં પણ અર્જુન તેંડુલકર ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યો છે એટલું જ નહીં તેને સચિનની આભા માંથી પણ બહાર નીકળવા જણાવ્યું હતું ને પોતાની એક અલગ ઓળખ ઉભી કરવા પણભાર આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.