અબતક, ઋષિ મહેતા
મોરબી
મોરબી સહિત 36 શહેરોમાં મીની લોકડાઉનની મુદ્તમાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે પોલીસ દ્વારા પણ જાહેરનામાં તથા કોરોના ગાઈડલાઈનની કડક અમલવારી કરાવવામાં આવી રહી છે તો ગઈકાલે 24 કલાક દરમ્યાન મોરબી જિલ્લામાં કોવિડ ગાઈડલાઇન્સ અંતર્ગત પ્રસિદ્ધ થયેલા વિવિધ જાહેરનામાંનો ભંગ કરતા કુલ 55 લોકો સામે પોલીસે વિવિધ કલમો હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટે. વિસ્તારમાં મીની લોકડાઉનનો ભંગ કરી આવશ્યક ચીજ વસ્તુની યાદીમાં ન આવતા હોવા છતાં દુકાન ખુલ્લી રાખતા 1 ટેઇલર સામે, 1 પાન માવાના દુકાનદાર સામે, 1 પૂજાપાના દુકાનદાર સામે, 1 શીંગ રેવડી વેંચતા દુકાનદાર સામે, 1 કોસ્મેટિકનો વેપાર કરતા દુકાનદાર સામે, માસ્ક વગર જાહેરમાં નીકળતા 1 નાગરિક સામે, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા 3 રીક્ષાચાલક સામે તથા મોરબી સીટી બી ડીવી. પો. સ્ટે. વિસ્તારમાં પાન તથા અન્ય ચીજ વસ્તુની રેંકડીએ વધુ ગ્રાહકો એકઠા કરવા બદલ 2 ધંધાર્થી સામે, 1 શાકભાજીના રેંકડીધારક સામે, માસ્ક વગર જાહેરમાં ફરતા 1 રાહદારી સામે, રાત્રી કરફ્યૂનો ભંગ કરી બહાર નીકળતા 2 બાઈકચાલક સામે, 1 રીક્ષાચાલક સામે, પગપાળા જઈ રહેલા 4 રાહદારીઓ સામે તથા મોરબી તાલુકા પોલીસ સ્ટે. વિસ્તારમાં માસ્કવિના તથા સોશિયલ ડિસ્ટનસના નિયમ ભંગ કરી વધુ પેસેન્જર બેસાડવા બદલ 8 રિક્ષાચાલક સામે વિવિધ કલમો હેઠળ કેસ કર્યા હતા.
ટંકારા પોલીસ સ્ટે. વિસ્તારમાં 3 રિક્ષાચાલક સામે, માળીયા મી. પોલીસે માસ્કવિના તથા કોવિડ ટેસ્ટ કરાવ્યા વગર આઈસ્ક્રીમની દુકાને બેસીને તથા સોશિયલ ડિસ્ટન્સ ન જાળવી વેપાર કરતાં 1 દુકાનદાર સામે, 1 શાકભાજીની રેંકડીવાળા ફેરિયા સામે જ્યારે વાંકાનેર સીટી પોલીસે નાસ્તાની રેંકડીએ માસ્ક પહેર્યા વગર કામ કરતાં 1 કર્મચારી સામે, વધુ ગ્રાહકો એકઠા કરી માસ્ક વગર દુકાને બેસી તથા માસ્કનો દંડ આપવાની આનાકાની કરતાં તથા કોરોના ટેસ્ટ કરાવ્યા વગર વેપાર કરતા 8 વેપારી સામે, 1 પાન-માવા વેંચતા કેબિનધારક, 1 ચાની રેંકડીધારક સામે, 1 નાસ્તાની રેંકડીધારક સામે, માસ્કવિના જાહેરમાં ફરતા 1 નાગરિક સામે, માસ્કવિના તથા નિયમ વિરુદ્ધ વધુ પેસેન્જર બેસાડતા 1 રિક્ષાચાલક સામે જ્યારે વાંકાનેર તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં 3 રિક્ષાચાલક સામે, 2 રાહદારીઓ સામે તથા હળવદ પોલીસ સ્ટે. વિસ્તારમાં કોવિડ ટેસ્ટ કરાવ્યા વગર તથા વધુ પેસેન્જર બેસાડવા બદલ 1 રિક્ષાચાલક સામે, 1 પિકઅપ વાહનચાલક સામે, 2 ફ્રુટની રેંકડીધારક ફેરિયા સામે જાહેરનામાં ભંગની અલગ અલગ કલમ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.