જો તમે શિમલા, મનાલી અથવા નૈનીતાલ જેવા હિલ સ્ટેશન્સ પર વારંવાર જઇને કંટાળી ગયા છો તો હવે લવાસાની ટ્રીપ પ્લાન કરી શકો છો. આ હિલ સ્ટેશન પર દરેક કંઇને કંઇ છે. કોઇ પણ ઉંમરની વ્યક્તિ જઇ શકે છે.
લવાસા એક પ્લાન્ટ હિલ સ્ટેશન છે. જેને વેસ્ટર્ન ઘાટ પર વરસગાંવ બંધ પાસે બનાવવામાં આવ્યુ છે. લવાસા પુનાથી 65KM અને મુંબઇથી ૨૦૦ કિલોમીટર દુર આવેલું છે. અહીંના સુંદર લીલાછમ પહાડો અને તળાવ તમને ખુશ કરી દેશે.
એડવેન્ચર :
જ્યારે પણ તમે લવાસા જાઓ ત્યારે વોટર સ્પોર્ટ્સ કરવાનું ન ભુલતા. આ એક્ટિવટી ઘણી એડવેન્ચર અને મજેદાર હોય છે.
લવાસામાં હોટલ્સની સારી વ્યવસ્થા છે અહીં અનેક શાનદાર અને લક્ઝરી હોટલો છે. તેમજ અહીં તમને સ્પા ટ્રીટમેન્ટ પણ ઘણી સારી મળી રહેશે. જેનાથી તમારા શરીરનો થાક ગાયબ થઇ જશે.
એડવેન્ચર સિવાય જો તમે શાંત સમય પાસર કરવા માંગો છો તો લવાસાની હરીયાળી અને શાંત પહાડીઓમાં વોક કરી શકો છો અને તળાવના કિનારે પણ શાંતિથી બેસી શકો છો.