બોર્ડરથી વિદેશી બનાવટના હથિયારોના છુટા સ્પેર પાર્ટસને ભારતમાં ઘુસાડીને રાજસ્થાનમાં એસેમ્બલ હથિયાર તૈયાર થતા હોવાનો એટીએસનો ધડાકો

વિદેશી બનાવટના શસ્ત્રના સ્મગલરો અને સોદાગરના સુત્રધારને ટૂંક સમયમાં ઝડપી લેવાશે

સ્વરક્ષણ માટે મેળવાતો હથિયાર પરવાનો લુખ્ખાગીરી અને રોફ જમાવવા માટે બની રહેતો હોય છે. કમ્મરે ફટાકડી લટકાવી સીન સપાટા કરતા કેટલાક લેભાગુઓ સ્વરક્ષણ માટે નહી પરંતુ લુખ્ખાગીરી માટે હથિયાર ખરીદતા હોય છે. હથિયાર પરવાનાની આડમાં ગેરકાયદે ચાલતા હથિયારના વેપલાનું એટીએસની ટીમ દ્વારા તાજેતરમાં પર્દાફાસ કરી ૧૦૫ હથિયાર પકડી પાડયા છે. સશસ્ત્રના સોદાગરોની પૂછપરછ દરમિયાન નેપાળ બોર્ડરથી વિદેશી હથિયારના છુટા સ્પેરપાર્ટ ભારતમાં ઘુસાડી રાજસ્થાનમાં એસેમ્બલ કરી ગુજરાતમાં લાવવામાં આવ્યાના નેટવર્કનો પર્દાફાસ કરી રાજસ્થાનના શખ્સોને ઝડપી લેવા ગુજરાત પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ગેર કાયદે ચાલતુ હથિયારનું નેટવર્ક કેટલું ઘાતક સાબીત થાય છે તેની પ્રતિતિ કરતી ઘટના બે દિવસ પહેલાં કાનપુરના વિકરૂ ગામના કુખ્યાત વિકાસ દુબેની ગેંગ દ્વારા પોલીસ પર કરેલા આડેધડ ફાયરિંગથી આઠ પોલીસ અધિકારીઓના કરેલા સહાર સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે. હથિયારનો એક જ ઉપયોગ મોત નીપજાવવાનો હોવા છતા હથિયાર વેચાણના ચાલતા ગેર કાયદે વેપલાના કારણે પોલીસ માટે પડકાર શરમજનક સ્થિતી સર્જતી હોવા છતાં કેમ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે તેવો સવાલ થઇ રહ્યો છે. એટીએસના પોલીસ અધિક્ષક દિપેન ભદ્રનના માર્ગ દર્શન હેઠળ તરૂણ ગન હાઉસના માલિક તરૂણ ગુપ્તાને વિદેશી બનાવટના હથિયારના વેચાણનના ગુનામાં ઝડપી લેતા તેને વાંકાનેરના મુસ્તાક ગુલમંહમદ બ્લોચ, વાહીદકાન અશરફખાન પઠાણ સહિતના શખ્સોને હળવદના દિગ્વીજસિંહ ઝાલાની મદદથી ૫૪ જેટલા હથિયારનું વેચાણ કર્યાનું ખુલ્યું હતું. તરૂણ દેવપ્રકાશ ગુપ્તાને ઝડપી વિદેશી બનાવટના હથિયાર ભારતમાં કંઇ રીતે આવ્યા તે અંગે તપાસ કરી મુળ સુધી પહોચવા કરાયેલી પૂછપરછમાં કેટલીક ચોકાવનારી વિગતો સામે આવી છે. તરૂણ ગુપ્તાએ અત્યાર સુધીમાં વેચેલા વિદેશી બનાવટના રૂગર મોડલ, યુએસ કાર્બાઇન, આઇઓએફ રાયફલ, વેલધર રિવોલ્વર, પિસ્તોલ, જી-૨૨ રાયફલ, સ્મીથ એન્ડ વિઝન સ્પ્રીંગ ફિલ્ડમાશ ૦.૩૨ રિવોલ્વર અને દેશી બનાવટના હથિયાર મળી કુલ ૧૦૫ હથિયાર કબ્જે કર્યા છે.

એટીએસની ટીમે દસ દિવસમાં રૂા.૨.૩૦ કરોડના ૧૦૫ હથિયાર કબ્જે કરી ૨૩ જેટલા શખ્સોની ધરપકડ કરી હતી. તરૂણ ગુપ્તા અને સુરેન્દ્રનગરના માનપરના મુકેશ બુટીયા શસ્ત્રના મુખ્ય સોદાગર હોવાનું બહાર આવ્યા બાદ બંનેની કરાયેલી પૂછપરછમાં હળવદનો દિગ્વીજયસિંહ ઝાલા વિદેશી બનાવટના હથિયારનું પાર્સલ નેપાળ બોર્ડરથી ભારતમાં ઘુસાડતો હોવાની વિગતો બહાર આવી હતી.

વિદેશી બનાવટના હથિયારના છુટા સ્પેરપાર્ટ નેપાળ બોર્ડરથી રાજસ્થાનના જુદા જુદા બે શહેરોમાં લાવી એસેમ્બલ તૈયાર કરી મહારાષ્ટ્રના મુંબઇ સહિતના શહેરોમાં પહોચતા કરવામાં આવતા હોવાથી રાજસ્થાનમાં રહેલા હથિયારના સ્મલીંગ કરતા શખ્સોને ઝડપી લેવા એટીએસ ટીમ દ્વાર ચક્રોગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.