20 જાન્યુઆરી 1987ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમમાં 40-40 ઓવરની મેચ રમાઈ હતી જેમાં જાવેદ મિયાંદાદ અને અબ્દુલ કાદિર લંચના સમયે મેદાનથી બહાર જતા રહ્યા ત્યારે 13 વર્ષના સચિનને પાકિસ્તાન ટીમ તરફથી સબ્સ્ટીટ્યૂટ ફિલ્ડર તરીકે મેદાન પર ઉતારવામાં આવ્યા

સચિને ફક્ત 16 વર્ષ 205 દિવસની ઉંમરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. સચિને 24 વર્ષના કરિયરમાં ક્રિકેટના અનેક રેકોર્ડ બનાવ્યા છે. જેના કારણે લોકો સચિનને ક્રિકેટના ભગવાન કહેવા લાગ્યા હતા. સચિન તેંડુલકરે 664 ઇન્ટરનેશનલ મેચમાં રેકોર્ડ 34 હજાર 357 રન ફટકાર્યા હતા. આ દરમિયાન સચિને 100 સદી અને 164 અડધી સદી ફટકારી છે. તે સિવાય બોલિંગમાં પણ સચિને કમાલ કરી છે. સચિન 201 વિકેટ પોતાના નામે કરી છે. પણ તમને જાણીને આશ્વર્ય થશે કે સચિન તેંડુલકરે એક વખત પાકિસ્તાનની જર્સી પહેરી પાકિસ્તાની ટીમ માટે ફિલ્ડિંગ ભરી હતી અને એ પણ ભારતના વિરોધમાં. વાત વર્ષ 1987ની છે જ્યારે સચિન તેંડુલકરે ઇન્ટરનેશન ક્રિકેટમાં ડેબ્યૂ પણ કર્યું નહોતું. તે વર્ષે પાકિસ્તાનની ટીમ પાંચ ટેસ્ટ અને છ વન-ડે રમવા માટે ભારત પ્રવાસ પર હતી. સીરિઝની શરૂઆત અગાઉ 20 જાન્યુઆરી 1987ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમમાં 40-40 ઓવરોની એક એક્ઝિબિશન કોમ્પિટિશન મેચ રમાઇ હતી. આ મેચમાં જાવેદ મિયાંદાદ અને અબ્દુલ કાદિર લંચના સમયે મેદાનથી બહાર જતા રહ્યા. એવામાં ભારતીય ઇનિંગ દરમિયાન 13 વર્ષના સચિનને પાકિસ્તાન ટીમ તરફથી સબ્સ્ટીટ્યૂટ ફિલ્ડર તરીકે મેદાન પર ઉતારવામાં આવ્યો . તેને પાકિસ્તાની કેપ્ટન ઇમરાન ખાને વાઇડ લોંગ ઓન પર તૈનાત કર્યો હતો. સચિને પોતાની આત્મકથા ‘પ્લેઇંગ ઇટ માય વે’માં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. સચિને આત્મહથામાં લખ્યું કે મને ખબર નથી કે ઈમરાન ખાનને યાદ હશે કે નહી પરંતુ મે પાકિસ્તાની ટીમ માટે એકવાર મેદાનમાં ફિલ્ડિંગ કરી હતી. સચિને લખ્યું કે ફિલ્ડિંગ દરમિયાન લગભગ 15 મીટર દોડીને તે કપિલનો કેચ પકડવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાના થોડા વર્ષો બાદ સચિને પાકિસ્તાન સામે જ કરાચી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.