ઘણા એવા ફળ હોય છે જે પોતે તો ખૂબ જ ગુણકારી હોય છે, પરંતુ તેના પાન પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી હોય છે. આ ફળોનો રાજા કહેવાતી કેરી પોષક તત્ત્વોનો ભંડાર હોય છે અને તેના પાનમાં પણ ઔષધિય ગુણ હોય છે. હા, સાંભળીને તમને નવાઈ લાગશે પરંતુ આંબાના પાન સ્વાસ્થ્યને કમાલના લાભ આપી શકે છે. તેમજ આ પાનમાં પોલીફેનોલ્સ હોય છે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત પોલીફેનોલ્સમાં એન્ટીઓક્સિડેન્ટ્સ, એન્ટીઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે આંતરડાના બેક્ટેરિયાને સુધારવા અને મેદસ્વીતા, ડાયાબિટીસ, હાર્ટ ડિસીઝ તથા કેન્સર જેવી બીમારીઓથી બચાવી શકે છે.

SOJA

આંબાના પાનમાં ઉચ્ચ માત્રામાં એન્ટીઓક્સિડેન્ટ્સ હોય છે, જે ફ્રી રેડિકલ્સની અસરથી બચાવે છે અને સેલ્સને હેલ્ધી રાખવામાં મદદ કરી શકે છે. તેમજ આ પાનમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ પણ હોય છે, જે જૂના સોજાને ઓછો કરવામાં મદદ કરી શકે છે. તેમજ એક એનિમલ સ્ટડીમાં જાણવા મળ્યું છે કે આંબાના પાનનો અર્ક બ્રેનમાં ઓક્સિડેટિવ અને ઇન્ફ્લેમેટરી બાયોમાર્કરને ઓછો કરવામાં મદદરૂપ હોય છે. આ દરમિયાન તેનાથી અલ્ઝાઇમર અને પાર્કિન્સન્સ જેવી બીમારીઓનું જોખમ ઓછું થઈ શકે છે. આંબાના પાનનું નિયમિત સેવન પાચન સ્વાસ્થ્યને પણ પ્રોત્સાહન આપે છે.

આંબાના પાનનો અર્ક પેટની સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ બને છે. તેમજ આંબાના પાન શરીરમાં ટોક્સિન્સને બહાર કાઢવામાં મદદ કરે છે, જેનાથી બોડી ડિટોક્સ થાય છે. આ સાથે આંબાના પાનનું સેવન ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે. તેમજ ઘણી રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, આ પાનમાં રહેલા ફાઈટોકેમિકલ્સ અને એન્થોસાયનિડિન હાઈ બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. તેમજ તેમાં ઘણા એવા કંપાઉન્ડ હોય છે, જે ઇન્સ્યુલિન સાથે મળીને શરીરમાં ગ્લાયકોજનનું નિર્માણ કરે છે. તેનાથી સુગર લેવલ કંટ્રોલ કરવામાં રાહત મળી શકે છે.

HAIR 5

આંબાના પાનમાં એન્ટીકેન્સર ગુણ પણ હોય છે, જે વિભિન્ન પ્રકારના કેન્સરની વિરુદ્ધ સુરક્ષા પ્રદાન કરી શકે છે. તેમજ તેમાં રહેલા પોલીફેનોલ્સ જેમ કે, ગેલોટેનિન, ફેનોલિક એસિડ અને ક્વેરસેટિન કેન્સર કોશિકાઓની વૃદ્ધિ રોકવામાં મદદ કરી શકે છે. આ સિવાય આ પાનનો ઉપયોગ સ્કિન અને વાળની હેલ્થમાં પણ લાભકારી હોય છે, જેનાથી સ્કિનની ઉંમર વધવાના સંકેત ઓછા કરી શકાય છે અને વાળની વૃદ્ધિને પ્રોત્સાહન આપી શકાય છે. તેમજ વાળને મજબૂત કરવા માટે પણ આ પાન ફાયદાકારક સાબિત થઈ શકે છે.

અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.