ઓસ્ટ્રેલિયા, કેનેડા સહિતના દેશોએ આઈ.ટી.પ્રોફેશનલ્સ માટે વિઝાના નિયમો કડક કર્યા

ભારત ઉધોગ, ટેકનોલોજી, ઉત્પાદન તેમજ દરેક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યું છે તો ભારતમાં વૈજ્ઞાનિકો તેમજ આઈટી ક્ષેત્રોનો પણ દમદાર મોભો છે. જેના લીધે અમેરીકા જ નહીં પરંતુ વિશ્ર્વભરમાં આઈટી તજજ્ઞોનો ભય ભમી રહ્યો છે. કારણકે ભારતમાના આઈટી નિષ્ણાંતો પોતાના કામમાં ખુબ જ સક્રિય છે. જેનો ભય ફેલાવો તે એક સામાન્ય બાબત છે. માટે ઓસ્ટ્રેલિયાથી લઈને કેનેડા સહિતના દેશોએ ભારતના આઈટી અધિકારીઓને વિદેશમાં કામ કરતા રોકવા માટે વિઝા પર કડક નિયમો લાદી દીધા છે.

જેના પગલે સરકારે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનને રજુઆત કરી છે. શ‚આતના સમયમાં આ મામલે કરાર કરવામાં આવ્યા હતા પરંતુ તે પ્રમાણે વિઝા અપાતા નથી. રિપોર્ટ પ્રમાણે જો ભારતને વિદેશ વેચાણની સુવિધા મળી રહે તો એશિયન, ચીન, ઓસ્ટ્રેલિયા તેમજ ન્યુઝીલેન્ડ સહિતના દેશોમાં આર્થિક સહકાર મળી શકે જે વિશ્ર્વભરમાં ફ્રી ટ્રેડ એરીયા ઝોન ધરાવે છે પરંતુ આ દેશો ભારતમાંથી આવતા સામાન તેમજ અધિકારીઓના વિઝામાં શાર્પ ડયુટી લાદે છે. જેનાથી પોતાના કમિટમેન્ટ પર પણ ખરા રહી શકાય.

ત્યારે જો આ દેશોમાં વિઝા જ‚રી હોય તો તેમાં અન્ય વિકલ્પ છે વધુ પૈસાની ફાળવણી કરવી પડે છે તો એક વખત વિદેશ ગયા બાદ તેમને ભારતમાં પરત આવવા દેવામાં આવતા નથી. આઈટી સેકટરનાં વિકાસમાં નડતર‚પ અમુક જુના વ્યાખ્યાનો છે. તેમજ પ્રાઈવેટ નિષ્ણાંતો તેમજ ઈન્ટર કોર્પોરેટ ટ્રાન્સફર્સ છે. જેનાથી આઈટી કંપનીઓના આત્મવિશ્ર્વાસમાં ઘટાડો અનુભવાય છે પરંતુ ભારતમાં એટલી ક્ષમતા તો છે કે ગમે તેટલી મુસીબતો આવે પરંતુ અડગ બની તેનો સામનો કરે. ટુંકમાં ભારતના આઈ.ટી.નિષ્ણાંતોથી વિશ્ર્વ આખુ દંગ છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.