મ્યુનિસિપલ કોર્પોરેશન અને અદાણી ફાઉન્ડેશનના સહયોગી “સ્વચ્છાગ્રહ સંકલ્પ અભિયાન: શાળાઓના ૧,૫૦૦ી વધુ વિર્દ્યાીઓએ આ સમારંભમાં ભાગ લીધો
વડાપ્રધાન કહેતા હોય છે કે “જો આપણે સ્વચ્છ ભારતનું સપનું સાકાર કરવું હોય તો તેને જન આંદોલનનું સન આપવું જોઈએ. એવું શે તો આપણા દેશની ગણના સ્વચ્છ દેશોમાં શે. આ વિચારને અનુસરીને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અદાણી ફાઉન્ડેશનના સહયોગી રાજકોટ શહેરમાં “સ્વચ્છાગ્રહ સંકલ્પ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
શહેરની વિવિધ શાળાઓના ૧,૫૦૦ થી વધુ વિર્દ્યાીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે ‘સ્વચ્છાગ્રહ’ અંગેના ગીતો ગાયા તેમજ શેરી નાટકો ભજવ્યાં હતાં. જ્યાં જ્યાં વ્યાપક ગંદકી હતી તેવા ટી સ્ટોલ, પાનના ગલ્લા અને શાક માર્કેટ જેવાં ૧૨૫ થી વધુ સ્ળોને શેરી નાટકો માટે પસંદ કર્યા હતા. આ બધી પ્રવૃત્તિઓ પછી વિર્દ્યાીઓએ રેસકોર્સ સુધી રેલી કાઢી હતી અને વિર્દ્યાીઓની આ પ્રકારની પ્રવૃત્તિઓી પ્રેરણા પામેલા લોકોના મોટા સમુદાયને મળ્યા હતા. આ પ્રમાણે એક સો અને એક જગ્યા એ સ્વીચ્છૃતાના વિષય પર જન જાગૃતિના આવા કાર્યક્રમને “લિમ્કાત બુક ઓફ રેર્કોડમાં પણ સન મળે તો નવાઇ નહી.
આ પ્રસંગે બીએપીએસના અપૂર્વમુની સ્વામીજીના વરદહસ્તે કરવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્યક્ષ સને મેયર ડો. જૈમન ઉપાધ્યાય ઉપસ્તિ રહેલ. આ અવસરે ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, અદાણી ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રીમતી શાલીનીબેન અદાણી, તા તેમના અન્ય ટ્રસ્ટીઓ, મ્યુનિસિપલ કમીશ્નર બંછાનિધિ પાની, ડે.કમીશ્નર અરૂણ મહેશ બાબુ, સી,કે.નંદાણી, જાડેજા, દંડક રાજુભાઈ અઘેરા, સેનિટેશન કમીટીના ચેરમેન આશિષ વાગડિયા, ઉપરાંત કોર્પોરેટરઓ, સ્કુલોના પ્રિન્સીપાલઓ, વિર્દ્યાીઓ, નાગરિકો વિગેરે બહોળી સંખ્યામાં ઉપસ્તિ રહેલ હતા.
આ અવસરે પ.પૂ. અપૂર્વ મુનિ સ્વાલમીએ આર્શીવચન આપ્યા અને જણાવ્યું કે, “સ્વચ્છતા હોય ત્યાં પ્રભુનો વાસ હોય છે. ભારત દેશ પાસે સંસ્કૃતિનો ભંડાર છે. તેની જાળવણી કરી દેશ મહાસતા તરફ જાય તે દરેકની ફરજ છે. “સ્વચ્છ ભારત મિશન સફળ બનાવવ આપણે સૌ પહેલ કરશું તો જ સફળતાના શિખરે પહોચશુ. વિશેષમાં સ્વામીએ એક દાખલો આપતા જણાવેલ કે, હું વિદેશ ગયો ત્યારે “મેડ ઇન ઇન્ડિયા ક્યાં લખેલું છે તેની શોધ કરતો હતો ત્યારે એક ગટરના ઢાકણા પર “મેડ ઇન ઇન્ડિયા લખેલ હતું. જેના અનુસંધાને વિદેશનો આ અંગે પ્રતિભાવ એવો હતો કે, અમો કચરો ઢાકવા માટે ભારતનો ઉપયોગ કરીએ છીએ ત્યારે મેં પણ એવો પ્રતિભાવ આપ્યો કે વિદેશમાં રહેલ કચરો ભારત ઢાકીને વિદેશની ઈજ્જત બચાવીએ છીએ તે ભારતની મહાનતા છે.
આ અવસરે મેયર ડો.જૈમન ઉપાધ્યાયે જણાવેલ કે, ૨-જી ઓક્ટોબર પૂ.મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતીએ સ્વચ્છ ભારત મિશન સફળતા પ્રાપ્ત કરે તે માટે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કટીબદ્ધ છે રાજકોટ મહાનગરપાલિકા પણ સ્વચ્છ શહેર બને તે માટે જુદા જુદા કદમ ઉઠાવી રહી છે. આજ રોજ યોજાયેલ સ્વચ્છતા ગ્રહ અભિયાનમાં ખુબ જ સારો પ્રતિભાવ મળેલ છે આ તકે મેયરે જણાવેલ કે, ફક્ત શહેર જ સ્વચ્છ નહિ આપણું ઘર, આપના વિચારો અને આપણા ઘરમાં રહેલી લક્ષ્મી પણ સ્વચ્છ હોવી જોઈએ. હાલમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ વાળી સરકાર અને ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વાળી સરકાર સ્વચ્છ પ્રતીભા અને સ્વચ્છ વિચાર સો આગળ વધી રહેલ છે ત્યારે આપણો દેશ, રાજય શહેર તમામ ક્ષેત્રે આગળ વધે તે માટે સંકલ્પ કરીએ તેમ અંતમાં જણાવેલ.
રાજકોટના મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધી પાની જણાવે છે કે “આ સમારંભને આટલો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો તે જોઈને અમને આનંદ યો છે. અમને આશા છે કે આ પ્રેરણા રાજકોટને સ્વચ્છ શહેર નં.૧ બનાવવામાં સહાયક બનશે. અદાણી ફાઉન્ડેશનનાં ટ્રસ્ટી શ્રીમતિ શીલિન અદાણી જણાવે છે કે સ્વચ્છાગ્રહ પ્રોજેકટ ખૂબ સારી રીતે સ્વચ્છતા અભિયાન સો જોડાયેલો છે.
સ્વચ્છાગ્રહ એ અદાણી ફાઉન્ડેશનનો ઉદાહરણરૂપ પ્રયાસ છે, જેમાં નાગરિકોને યુવા નેતૃત્વ દ્વારા સભાન નાગરિક બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આપણને બ્રિટીશ શાસનની ગુલામીમાંથી મુક્ત કરીને ભારતને આઝાદી અપાવવા માટેની મહાચળવળ સત્યાગ્રહમાંથી પ્રેરણા લઈને આ પ્રોજેકટમાં મોટા પાયે જન આંદોલન દ્વારા ‘ગંદકી’ માંથી મુક્તિ મેળવવાનો છે. આ પ્રોજેકટ ખાસ કરીને સફાઈ સંબંધી સમસ્યાઓ હલ કરીને તા લોકોમાં જાગૃતિ લાવીને, ખાસ કરીને આરોગ્યના ક્ષેત્રે દેશમાં લાંબા ગાળાના પરિવર્તનના ઉદ્દેશી હા ધરવામાં આવ્યો છે.
સ્વચ્છાગ્રહની ઝૂંબેશનો અભિગમ અમદાવાદની ૧૨ થી વધુ શાળાઓમાં પાયલોટ સ્ટડી પછી શરૂ કરવામાં આવ્યો છે. આ અભિગમને શાળાના વિર્દ્યાીઓ, શિક્ષકો અને મેનેજમેન્ટ દ્વારા સારી સ્વિકૃતિ પ્રાપ્ત ઈ છે. આ પ્રતિભાવી પ્રોત્સાહિત ઈને ફાઉન્ડેશને સેન્ટર ફોર એન્વાયર્મેન્ટ એજ્યુકેશન (સીઈઈ) સો સહયોગ કરીને સ્કૂલ ઈન્ટરવેન્શન પ્રોગ્રામ હા ધર્યો હતો. સીઈઈના સપના ઓગષ્ટ ૧૯૮૪માં ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાયલયના સહયોગી સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે કરવામાં આવી હતી.
ગંદકી વિરોધિ અભિગમ અને વર્તણુંક અપનાવીને અદાણી ફાઉન્ડેશન ૧૬ રાજ્યોમાં સ્વચ્છાગ્રહ દ્વારા સ્વઊચ્છમતા અને આરોગ્ય્નો સંદેશો ફેલાવી રહ્યું છે. ફાઉન્ડેશનના ૩૫ હજારી વધુ સ્વચ્છાગ્રહીઓની ટીમ તા ૨,૨૭૪ સ્વચ્છાગ્રહ પ્રેરકો દર મહિને ૭૦,૦૦૦ લોકો સુધી પહોંચે છે. અત્યાર સુધીમાં આ ઝૂંબેશ દ્વારા ૨૫ લાખ લોકો સુધી પહોંચી શકાયું છે. ૧૫ લાખ ઓનલાઈન યુઝર સો જોડાઈને આ ઝૂંબેશ ૫૦ હજારી વધુ સક્રિય ફેસબુક ફોલોઅર્સ સુધી પહોંચી છે.
કાર્યક્રમની શ‚આતમાં ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ કરેલ જ્યારે પુસ્તકથી સેનિટેશન કમીટીના ચેરમેન આશિષભાઈ વાગડિયા, આરોગ્ય સમિતિના ચેરમેન મનીષભાઈ રાડિયા, શિશુ કલ્યાણ સમિતિના ચેરમેન જાગૃતિબેન ધાડિયા અનેક ોર્પોરેટર મીનાબેન પારેખએ કર્યું હતું.